×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

તાઇવાનમાં 30,000 અમેરિકન સૈનિકો, ચીને આપી ગંભીર ધમકી

બિજીંગ, 17 ઓગસ્ટ 2021 મંગળવાર

જ્હોન કોર્નિન અમેરિકાનાં સેનેટર છે. 17 જુલાઇના રોજ એક ટ્વિટમાં તેમણે દાવો કર્યો હતો કે આજ સુધીમાં તાઇવાનમાં 30,000 અમેરિકી સૈનિકો અને દક્ષિણ કોરિયામાં 28,000 સૈનિકો છે. આ સાંભળીને ચીન ગુસ્સે થયું છે. ગ્લોબલ ટાઇમ્સ ચીનની સામ્યવાદી પાર્ટીનું મુખપત્ર છે. આ અખબારે તેના એક તંત્રીલેખમાં લખ્યું છે કે જો આવું જ રહેશે તો ચીનની સરકાર અને ચીનનાં લોકો તેને ક્યારેય સ્વીકારશે નહીં.

અખબારે લખ્યું, "જ્યારે ચીન અને અમેરિકાએ પોતાની વચ્ચે રાજદ્વારી સંબંધો સ્થાપિત કર્યા ત્યારે તાઇવાનમાં અમેરિકી સૈનિકોની હાજરી એ કરારોનું ગંભીર ઉલ્લંઘન છે." આ આંતરરાષ્ટ્રીય કાયદા તેમજ અમેરિકાના સ્થાનિક કાયદાનું ગંભીર ઉલ્લંઘન છે. આ એક રીતે લશ્કરી આક્રમણ અને તાઇવાન પર કબજો જમાવવા સમાન છે. આ એક રીતે ચીન સાથે યુદ્ધની ઘોષણા બરાબર છે.

અખબારે લખ્યું છે કે અમને જાણવા મળ્યું છે કે જોન કોર્નિને તાઇવાનમાં અમેરિકન સૈનિકોની સંખ્યા વિશે ગેરસમજ કરી છે. 1969 સુધીમાં, તાઇવાનમાં અમેરિકન સૈનિકોની સંખ્યા 30 હજાર સુધી પહોંચી ગઈ હતી. ટાઈમ્સ સાથે વાત કરતા એક વિશ્લેષકે કહ્યું છે કે કોર્નિનનું ટ્વીટ ચીનને ચકાસવા માટે જાણી જોઈને લેવાયેલું પગલું છે. જો એમ હોય તો પણ, તે આપણા માટે આ અસ્વીકાર્ય છે.

ચીની સરકારના મુખપત્ર ગ્લોબલ ટાઇમ્સે કોર્નિનના ટ્વીટ પર અમેરિકા અને તાઇવાન સરકાર પાસેથી તાત્કાલિક સ્પષ્ટતાની માંગ કરી છે. જો તાઇવાનમાં ખરેખર 30,000 કે તેનાથી ઓછા અમેરિકન સૈનિકો છે, તો આ ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે. અમેરિકાનાં સૈનિકોએ તાઇવાનમાંથી બિનશરતી પાછા હટી જવું જોઈએ. આ માટે અમેરિકન અને તાઈવાનના અધિકારીઓએ ચીનની માફી માંગવી જોઈએ. જો આવું ન થાય તો તાઈવાનમાં એક સર્વવ્યાપી યુદ્ધ થશે અને ચીનની સેના અમેરિકાની સેનાને ખતમ કરી દેશે અને આ સાથે જ તાઈવાનનો પ્રશ્ન કાયમ માટે ઉકેલાઈ જશે.

તંત્રી લેખમાં એ બાબત પર ભાર મૂકવામાં આવ્યો છે કે તાઇવાનમાં અમેરિકાનાં સૈનિકોની હાજરી એક રેડ લાઇન છે જેને પાર કરી શકાય નહીં. એવું કહેવામાં આવ્યું છે કે ચીનની સરકાર અને પીપલ્સ લિબરેશન આર્મી ચીનનાં સાર્વભૌમત્વ માટે કામ કરશે અને ચીનનાં પ્રદેશનું ઉલ્લંઘન કરતી કોઈ પણ વિદેશી તાકાતને સંપૂર્ણપણે કચડી નાખશે.

US Troops today in:

South Korea - 28,000
Germany - 35,486
Japan - 50,000
Taiwan - 30,000
Africa - 7,000

Afghanistan (month or 2 ago) - 2,500

— Senator John Cornyn (@JohnCornyn) August 16, 2021