×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

તવાંગમાં અથડામણ બાદ ચીને કરી મોટી તૈયારી, સરહદ પર તૈનાત કર્યા ફાઈટર જેટ-આધુનિક ડ્રોન

Image Source by - CMO Arunachal, Twitter

નવી દિલ્હી, તા.19 ડિસેમ્બર-2022, સોમવાર

અરુણાચલ પ્રદેશના તવાંગ જિલ્લામાં ભારત-ચીન સરહદ પર બંને દેશોની સેનાઓ વચ્ચે ઘર્ષણ બાદ ચીને સરહદની નજીક ડ્રોન અને ફાઈટર જેટ તૈનાત કર્યા છે. આ તૈનાતી તિબેટીયન એરબેઝ પર કરાઈ છે. આ વિસ્તારમાંથી ભારતના ઉત્તર પૂર્વ વિસ્તારોને સરળતાથી નિશાન બનાવી શકાય છે. મીડિયા અહેવાલો અનુસાર, સેટેલાઇટ ઇમેજમાં આ ડ્રોન અને ફાઇટર જેટ્સની તૈનાતી સ્પષ્ટપણે જોઇ શકાય છે. 

ચીનના ફાઈટર જેટ જોતા જ ભારતે પીછો શરૂ  કર્યો

ઉલ્લેખનિય છે કે, ચીન દ્વારા સરહદ પર વિવાદ વધ્યા બાદ અરુણાચલમાં ભારતીય ફાઈટર જેટ સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે. તો બીજી તરફ ચીન તરફથી પણ હવાઈ કામગીરીમાં વધારો જોવા મળ્યો છે. ઓછામાં ઓછા ચીની ફાઈટર જેટ્સની ગતિવિધિ બે વખત નજરે પડતાં ભારતીય વાયુસેનાએ પણ તેનો પીછો કરવા ફાઈટર જેટ મોકલ્યા હતા. કારણ કે એવી શંકા હતી કે ચીનના ફાઈટર જેટ ભારતના એરસ્પેસમાં પ્રવેશ કરી શકે છે. સેટેલાઇટથી ચીનના બાંગડા એરબેઝની તસવીર સામે આવી છે. આ એરબેઝ ઉત્તર પૂર્વ રાજ્યની સરહદથી માત્ર 150 કિલોમીટર દૂર છે.

ડ્રોન અને ફાઇટર જેટ તૈનાત

અહીં અત્યાધુનિક WZ-7 'સોરિંગ ડ્રેગન' ડ્રોન જોવા મળ્યા છે. આ ડ્રોનને 2021માં લોન્ચ કરાયા હતા. સોરિંગ ડ્રેગન ડ્રોન 10 કલાક સુધી સતત ઉડી શકે છે. આ ડ્રોન ગુપ્ત માહિતી, સર્વેલન્સ અને જાસૂસી મિશન માટે બનાવાયેલા છે. એટલું જ નહીં આ ડ્રોન ક્રૂઝ મિસાઈલ પર હુમલો કરવા ડેટા પણ ટ્રાન્સમિટ કરે છે. ભારત પાસે હાલમાં ચીન જેવા ટેકનોલોજી ધરાવતા ડ્રોન નથી.  બાંગડા એરબેઝના 14 ડિસેમ્બરના ફોટોગ્રાફ્સમાં ફ્લાઇટ-લાઇન પર બે ફ્લેન્કર પ્રકારના ફાઇટર જેટ જોવા મળી રહ્યા છે.