×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પરિણામ જાહેર, GSSSBએ પરીક્ષાની નવી તારીખ જાહેર કરી



ગાંધીનગરઃ બિપોરજોય વાવાઝોડાની આફત વચ્ચે સરકારી ભરતીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મહત્વના સમાચારો સામે આવ્યાં છે. ભરતી પરીક્ષાઓને લઈને ત્રણ મોટા નિર્ણયો લેવામાં આવ્યાં છે. તલાટી અને જુનિયર કલાર્કની પરીક્ષાનું પરિણામ એક સાથે જાહેર કરવામાં આવ્યું છે. પંચાયત સેવા પસંદગી બોર્ડે એક સાથે પરિણામ જાહેર કરીને રેકોર્ડ કર્યો છે. તે ઉપરાંત વાવાઝોડાને કારણે GSSSBએ મોકુફ રખાયેલી પરીક્ષાની નવી તારીખ જાહેર કરી દેવામાં આવી છે. 

GSSSBએ નવી તારીખ જાહેર કરી
વાવાઝોડાથી રાહત મળતાં જ પંચાયત સેવા પસંદગી બોર્ડે તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પરિણામ એક સાથે જાહેર કર્યું છે. તે ઉપરાંત વાવાઝોડાને કારણે મોકુફ રાખવામાં આવેલી પરીક્ષાની GSSSBએ નવી તારીખ જાહેર કરી છે. મદદનીશ વન સંરક્ષક વર્ગ 2 ની પરીક્ષાની તારીખ જાહેર કરાઈ છે. જેમાં ગુજરાતી ભાષાનું પેપર 23 જુનના રોજ લેવાશે અને અંગ્રેજી ભાષાનુ પેપર 24 જૂનના રોજ લેવાશે.


ખાતકીય પરીક્ષા મોકૂફ રખાઈ હતી
બિપોરજોય વાવાઝોડાને લઈને વર્ગ 3ના કર્મચારીઓની ખાતકીય પરીક્ષા મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી.આ પરીક્ષા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનારી હતી. 19 થી 24 જૂન દરમિયાન લેવાનારી આ પરીક્ષા વાવાઝોડાના કારણે મોકૂફ રાખવામાં આવી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા યોજાનાર વિવિધ સંવર્ગની ખાતાકીય પરીક્ષાઓ મુલતવી રાખવાની અગત્યની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તા.૦૯/૦૬/૨૦૨૦૩ ની વિવિધ જાહેરાતોથી વિવિધ સંવર્ગની ખાતાકીય પરીક્ષાઓ તા.૧૯/૦૬/૨૦૨૩ થી તા.૨૪/૦૬/૨૦૨૩ દરમ્યાન યોજવાની જાહેરાત મંડળની વેબસાઇટ પર કરવામાં આવેલ છે.