×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

તમિલનાડુમાં કલાક્ષેત્રની 100 વિદ્યાર્થિનીએ જાતીય સતામણીની ફરિયાદ કરી, પ્રોફેસર સામે કેસ દાખલ

image : Twitter


તમિલનાડુની રુક્મણી દેવી કોલેજ ઓફ ફાઈન આર્ટ્સના એક પ્રોફેસર સામે વિદ્યાર્થિનીઓની જાતીય સતામણી કરવાનો કેસ નોંધવામાં આવ્યો છે. કલાક્ષેત્ર ફાઉન્ડેશનની પૂર્વ વિદ્યાર્થીનીએ ચેન્નઈ સિટી પોલીસ સમક્ષ પ્રોફેસર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. 

પોલીસ કમિશનરને કરી ફરિયાદ 

પૂર્વ વિદ્યાર્થીનીએ પોલીસ કમિશનર શંકર જીવાલ સાથે મુલાકાત કરીને ફરિયાદ કરી હતી કે આસિસ્ટન્ટ પ્રોફેસર હરિ પદમને તેને અશ્લીલ મેસેજ કર્યા હતા. આ ફરિયાદ આદ્યાર મહિલા પોલીસ સ્ટેશને મોકલાઇ હતી જ્યાં પ્રોફેસર સામે કેસ દાખલ કરાયો હતો. પદમન સામે આઈપીસીની કલમ 354એ (જાતીય સતામણી) અને 506 (ગુનાઈત ધમકી)નો કેસ દાખલ કરાયો હતો. 

100થી વધુ વિદ્યાર્થિનીઓએ આ ફરિયાદ કરી 

અગાઉ ગઈકાલે જ કલાક્ષેત્ર ફાઉન્ડેશનની લગભગ 100 વિદ્યાર્થિનીઓએ ઓછામાં ઓછા ચાર પુરુષ ફેકલ્ટી સભ્યો સામે દુર્વ્યવહાર અને જાતીય સતામણીની ફરિયાદ કરતા તમિલનાડુ મહિલા આયોગમાં અરજી દાખલ કરી હતી. જાતીય સતામણીના વિરોધ અંગે ગુરુવારે વિદ્યાર્થિનીઓએ દેખાવો શરૂ કરી દીધા હતા જે શુક્રવારે પણ ચાલુ રહ્યા હતા. ધરણાને કારણે કોલેજ બંધ રખાઈ હતી. રાજ્યના મહિલા આયોગના અધ્યક્ષ એ.એસ.કુમારી પણ કેમ્પસની મુલાકાતે આવી પહોંચ્યા હતા.