×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

તમિલનાડુના પૂર્વ મંત્રીની મુશ્કેલીઓમાં થયો વધારો, એબોર્શન માટે મજબૂર કર્યાનો અભિનેત્રીનો દાવો


- મણિકનંદન અભિનેત્રી પર દેશ છોડી દેવા દબાણ કરતા હોવાનો દાવો

નવી દિલ્હી, તા. 31 મે, 2021, સોમવાર

તમિલનાડુના પૂર્વ મંત્રી અને અન્નાદ્રમુક (AIADMK) પાર્ટીના નેતા મણિકનંદન વિરૂદ્ધ દુષ્કર્મ સહિત આઈપીસીની અનેક કલમો અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે. તેમના વિરૂદ્ધ આ કેસ એક તમિલ એક્ટ્રેસની ફરિયાદના આધારે ચેન્નાઈના મહિલા થાણામાં નોંધવામાં આવ્યો છે.  અભિનેત્રીએ પૂર્વ મંત્રી પર યૌન શોષણના આરોપો લગાવ્યા હતા.

તમિલ અભિનેત્રીએ લગાવેલા આરોપો પ્રમાણે મણિકનંદને લગ્નની લાલચ આપીને તેનું યૌન શોષણ કર્યું હતું. એટલું જ નહીં જ્યારે તે ગર્ભવતી થઈ ગઈ તો પૂર્વ મંત્રીએ તેની મરજી વિરૂદ્ધ તેનું એબોર્શન કરાવી દીધું હતું. અભિનેત્રીનો આરોપ છે કે મણિકનંદન છેલ્લા 5 વર્ષથી લગ્નની લાલચ આપીને તેનું યૌન શોષણ કરી રહ્યા હતા. 

અભિનેત્રીના આરોપ પ્રમાણે તે ગર્ભવતી થઈ ગઈ ત્યારે મણિકનંદને તેને એબોર્શન કરાવવા માટે મજબૂર કરી હતી. મણિકનંદન સાથેના રિલેશનમાં તે 3 વખત ગર્ભવતી થઈ હતી અને દર વખતે મણિકનંદને તેની મરજી વિરૂદ્ધ એબોર્શન કરાવી દીધું હતું. અભિનેત્રીનો આરોપ છે કે મણિકનંદન લગ્ન બાદ બાળક લાવવાની વાત કરતા હતા. 

અભિનેત્રીએ ફરિયાદમાં લખાવ્યું છે કે મણિકનંદન તેના પર દેશ છોડી દેવા દબાણ બનાવી રહ્યા હતા અને જો તેમનું કીધું નહીં માને તો સોશિયલ મીડિયામાં આપત્તિજનક તસવીરો શેર કરવાની ધમકી આપતા હતા. મણિકનંદને અભિનેત્રીના પરિવારને ધમકાવ્યો હોવાનો પણ આરોપ  છે. 

અભિનેત્રીની ફરિયાદના આધારે મણિકનંદન વિરૂદ્ધ રેપ સહિત આઈપીસીની અનેક કલમો અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે.