×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

તમામ રાજકીય પક્ષો યુપીમાં સમયસર ચૂંટણી યોજવાની તરફેણમાં, પહેલી વખત ઘરેથી મતદાનની સુવિધા મળશેઃ ચૂંટણી પંચ


નવી દિલ્હી,તા.30.ડિસેમ્બર,2021

યુપી વિધાનસભા ચૂંટણીના આડે હવે ગણતરીના મહિનાઓ રહ્યા છે ત્યારે યુપીની મુલાકાતે આવેલી ચૂંટણી પંચની ટીમે આજે મીડિયાને માહિતી આપતા કહ્યુ હતુ કે, તમામ રાજકીય પક્ષો નિયત સમયે જ ચૂંટણી યોજાય તેવુ ઈચ્છી રહ્યા છે.જોકે કેટલીક પાર્ટીઓ રેલી કરવાના વિરોધમાં છે.

ચૂંટણી પંચના સભ્યોએ કહ્યુ હતુ કે, ઘણી પાર્ટીઓએ રેલીઓની સંખ્યા મર્યાદિત રાખવા સૂચન કર્યુ છે તેમજ ગીચ વસ્તીવાળા વિસ્તારમાં મતદાન મથકો નહીં રાખવા માટે પણ આપ્યુ છે.મતદાન દરમિયાન કોરોના પ્રોટોકોલનુ પાલન કરવામાં આવશે.યુપીમાં 15 કરોડ મતદાતા છે અને તેમાંના 52 ટકા નવા વોટર છે.

ચૂંટણી પંચે કહ્યુ હતુ કે, પહેલી વખત ચૂંટણીમાં ઘરેથી વોટ આપવાની સુવિધા 80 વર્ષથી વધારે વય ધરાવતા નાગરિકોને, દિવ્યાંગોને અથવા તો કોરોના સંક્રમિત લોકોને આપવામાં આવશે.જો તેઓ મતદાન મથક સુધી ના જવા માંગતા હોય તો ચૂંટણી પંચની ટીમ તેમને ઘરે જઈને મત આપવાની સુવિધા આપશે.આ પ્રક્રિયા પારદર્શી રહેશે.

ચૂંટણી પંચે કહ્યુ હતુ કે, કોરોનાની લહેરને જોઈને વેક્સીનેશન વધારવા માટે પણ કહેવામાં આવ્યુ છે.રાજ્યમાં 86 ટકા લોકોને પહેલો ડોઝ અને 49 ટકા લોકોને બીજો ડોઝ લાગી ચુકયો છે.બાકીના જે લોકો છે તેમને પંદર થી વીસ દિવસમાં ઓછામાં ઓછો એક ડોઝ આપી દેવામાં આવશે.સાથે સાથે કોરોનાને જોતા મતદાન માટેના સમયમાં એક કલાકનો વધારો કરવામાં આવશે.

તેમના કહેવા પ્રમાણે ચૂંટણી માટે કામ કરી રહેલા કર્મચારીઓને જરુર પડી તો બૂસ્ટર ડોઝ પણ લગાવવામાં આવશે .