×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

તમામનો વિનાશ અને મોંઘવારીનો વિકાસ, રાહુલ ગાંધીએ મોંઘવારી મુદ્દે મોદી સરકાર પર કર્યો કટાક્ષ


નવી દિલ્હી,તા.17.ઓક્ટોબર,2021

દેશમાં વધી રહેલી મોંઘવારી સામાન્ય માણસની કમર તોડી રહી છે ત્યારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી આ મુદ્દે કેન્દ્ર સરકારને ફટકાર લગાવી છે.

રાહુલ ગાંધીએ મોંઘવારી પરનો એક અખબારી અહેવાલ શેર કરીને કહ્યુ હતુ કે, તમામનો વિનાશ અને મોંઘવારીનો વિકાસ.

આ અહેવાલમાં એવુ કહેવાયુ છે કે, જો સરકારે ટેક્સ ના વધાર્યા હોત તો આજે પેટ્રોલની કિંમત 66 રુપિયા અને ડિઝલની કિંમત 55 રુપિયા હોત.

રાહુલ ગાંધીએ આ પહેલા પણ કહ્યુ હતુ કે, મોદી સરકાર માટે જીડીપીમાં વધારો એટલે ગેસ, પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં વધાર છે.મોદીજી કહેતા હોય છે કે, જીડીપી વધી રહી છે અને હવે મને ખબર પડી છે કે, જીડીપીનો મતબલ થાય છે ગેસ-ડિઝલ-પેટ્રોલ.

ઉલ્લેખનીય છે કે, દેશના મોટાભાગના શહેરોમાં એક લિટર પેટ્રોલની કિંમત સેન્ચુરી ફટકારી ચુકી છે.ઉપરાંત રાંધણ ગેસ અને સીએનજીના ભાવોમાં પણ સતત વધારો થઈ રહયો છે.