×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ડ્રેસકોડ નક્કી કરવાનો અધિકાર શૈક્ષણિક સંસ્થાઓ પાસે છે: હિજાબ મુદ્દે સુપ્રિમ કોર્ટનું સૂચન


નવી દિલ્હી,તા. 15 સપ્ટેમ્બર 2022, ગુરુવાર 

શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પર પ્રતિબંધ સાથે જોડાયેલા મામલામાં સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, નિયમો અનુસાર શૈક્ષણિક સંસ્થાઓને પહેરવેશ નક્કી કરવાનો અધિકાર છે, હિજાબ અલગ છે. આ કેસની આગામી સુનાવણી 19 સપ્ટેમ્બરે થશે. 

સ્કૂલ યુનિફોર્મ સાથે હિજાબ પહેરવા અંગેનો વિવાદ સામે આવ્યો હતો અને હવે કોર્ટમાં ચાલી રહેલા હિજાબ કેસને લઈને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે, આ મામલો બંધારણીય બેંચને મોકલવો જોઈએ.

સિબ્બલે કહ્યું હતું કે, આ માંગ એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે, આ અધિકારનો મામલો છે કે,શું  પહેરવું કે ન પહેરવું. 

તો બીજી તરફ, હિજાબ કેસમાં વિદ્યાર્થીની તરફથી હાજર રહેલા એડવોકેટ કોલિન ગોંજાલ્વિસ કહ્યું હતું કે, જ્યારે શીખોને કૃપાળ રાખવાની સ્વતંત્રતા આપવામાં આવી છે, પાઘડી પહેરવાની મંજૂરી આપવામાં આવી છે અને જો કૃપાળ અને પાઘડીને બંધારણીય રક્ષણ આપી શકાય છે તો પછી હિજાબમાં શું વાંધો છે? 

કપિલ સિબ્બલે કહ્યું કે, કાયદો ત્યાં સુધી અભિવ્યક્તિ પર રોક લગાવી શકે નહીં જ્યાં સુધી તે જાહેર વ્યવસ્થા અથવા નૈતિકતા અને શિષ્ટાચારની વિરુદ્ધ ન હોય. કર્ણાટકમાં આવી કોઈ અપ્રિય ઘટના બની નથી, જે રાજ્ય માટે બંધારણની વિરુદ્ધમાં હસ્તક્ષેપ કરવાની સ્થિતિ સર્જે.


વરિષ્ઠ વકીલ સિબ્બલે કહ્યું કે, તેઓ કોણ છે વાંધો ઉઠાવનાર? તેમને વિરોધ કરવાનો કોઈ અધિકાર નથી, અને તેઓએ ક્યારે વિરોધ કર્યો? તેમનો મુદ્દો એક એક એવું વાતાવરણ બનાવવાનો હતો જેમાં રાજ્ય કાર્યવાહી કરશે. રસ્તા પર એક વ્યક્તિ એવુ ન કહી શકે કે, હિજાબ ન પહેરો.

અહીં વિદ્યાર્થી તરફથી હાજર રહેલા વકીલ કોલિન ગોંજાલ્વિસ કહ્યું કે, ભૂતકાળમાં જ્યારે અન્ય લોકોને સુરક્ષા આપવામાં આવતી હતી, તો હવે આ સુરક્ષાને હિજાબ સુધી કેમ વધારી ન શકાય? તેમણે કહ્યું કે, ભારતનું બંધારણ જીવંત દસ્તાવેજ છે. સમય અને સંજોગો પ્રમાણે તેમાં ફેરફાર કરવામાં આવે છે. એડવોકેટ પ્રશાંત ભૂષણે દલીલ કરી હતી કે, જ્યારે શાળાઓમાં પાઘડી, તિલક અને ક્રોસ પર પ્રતિબંધ નથી, તો પછી હિજાબ પર પ્રતિબંધ શા માટે? આ માત્ર એક જ ધર્મને નિશાન બનાવવાનું કહેવામાં આવ્યું હતું.