×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ડ્રગ્સનું વ્યસન દેશ માટે ગંભીર સમસ્યા છે, ડ્રગ્સ અર્થતંત્રને નુકસાન કરે છે : અમિત શાહ

Image : Sansand Twitter












નવી દિલ્હી, 21 ડિસેમ્બર 2022, બુધવાર

સંસદનું શિયાળુ સત્ર ત્રીજા સપ્તાહનો 11મો કાર્યકારી દિવસ છે. આજે લોકસભામાં દેશમાં ડ્રગ્સ વિરુદ્ધ સરકારના પગલાઓ પર ચર્ચા થઈ હતી, જે બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સંસદમાં નિવેદન આપી રહ્યા છે. આ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ સમાન વિચારધારા ધરાવતા વિપક્ષી નેતાઓને સવારે ગાંધી પ્રતિમા સામે વિરોધ પ્રદર્શન કરવા માટે બોલાવ્યા હતા. કોંગ્રેસ સહિત વિપક્ષી પાર્ટીઓ ચીન પર ચર્ચાની માંગ કરી રહ્યા છે. આ પ્રદર્શનમાં 12 વિરોધ પક્ષોએ ભાગ લીધો હતો. 

આ આપણી પેઢીને બર્બાદ કરવાની સમસ્યા છે :  અમિત શાહ
અમિત શાહે લોકસભામાં કહ્યું કે નશાની લત દેશની ગંભીર સમસ્યા છે. આ સમસ્યા આપણી પેઢીઓને બરબાદ કરી રહી છે. મોદીજીએ દેશની સામે નશા મુક્ત ભારતનો સંકલ્પ મૂક્યો અને આ દેશમાં ડ્રગ્સ સામે ગંભીરતાથી ઘણી કાર્યવાહી કરવામાં આવી છે. મોદી સરકારની ડ્રગ્સના વેપાર અને આતંકવાદને નાણાં પૂરા પાડવા માટે તેના ઉપયોગ અંગે ઝીરો ટોલરન્સની નીતિ છે. નશો દેશને ખોખલો કરી નાખે છે. ડ્રગ્સનું વ્યસન દેશ માટે ગંભીર સમસ્યા છે, ડ્રગ્સ અર્થતંત્રને નુકસાન કરે છે.

ડ્રગ્સ સામેની લડાઈમાં રાજ્યોએ કેન્દ્રને સહકાર આપ્યો - અમિત શાહ
અમિત શાહે કહ્યું કે હું ફરી એકવાર ગૃહને ખાતરી આપવા માંગુ છું કે મોદી સરકાર ડ્રગ્સના વેપાર પર ઝીરો ટોલરન્સ વ્યૂહરચના પર કામ કરી રહી છે. ડ્રગ્સનો પ્રચાર આપણી જાતિઓને બગાડે છે. જે દેશો ભારતમાં આતંકવાદ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેઓ આ કરે છે.  આ લડાઈ કેન્દ્ર અને રાજ્ય વચ્ચેની નથી, પરંતુ આપણે સાથે મળીને લડવું પડશે કારણ કે પરિણામ લાવવાનું છે. એજન્સીઓએ આ ખતરાને લઈને સતર્ક રહેવું પડશે. આપણે સાથે મળીને નશા મુક્ત ભારતનું સ્વપ્ન સાકાર કરવાનું છે. તેમણે કહ્યું કે દેશની તમામ રાજ્ય સરકારોએ ડ્રગ્સ સામેની લડાઈમાં કેન્દ્ર સરકારને સહકાર આપ્યો છે. સીમાવર્તી રાજ્યોના સભ્યોએ ગૃહમાં પોતાના મંતવ્યો આપ્યા છે કે ડ્રગ્સ ડ્રોન, સ્મગલિંગ ટનલ, બંદરો અને નિકાસ દ્વારા આવે છે.