×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ડોન બનવા માગતા હતા અતીક -અશરફના હત્યારાઓ, ત્રણેય સામે હત્યા, લૂંટ સહિતના અનેક કેસ દાખલ

image : Twitter


માફિયામાંથી રાજનેતા બનેલા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદની લાઈવ કેમેરા સામે હત્યા કરવાની ઘટનાએ હોબાળો મચાવી દીધો છે. જોકે આ બંનેની હત્યા કરનારા ત્રણ લોકોની ઓળખ જાહેર થઈ ચૂકી છે. આ ત્રણેય હુમલાખોરો રીઢા ગુનેગાર છે. નાની વયે જ તેમણે ક્રાઈમની દુનિયામાં પગ માંડ્યું હતું. ત્રણેય સામે હત્યા, લૂંટ સહિત અનેક ગંભીર અપરાધો હેઠળ કેસ દાખલ છે. જેલમાં જ આ ત્રણેય વચ્ચે મિત્રતા થઈ હતી. અતીક અને અશરફની હત્યા કરીને આ ત્રણેય ડૉન બનવા માગતા હતા. 

જુઓ હત્યારાઓ ક્યાંના રહેવાશી છે

અતીક અને અશરફની હત્યા મામલે પકડાયેલા હત્યારાઓમાં હમીરપુરનો રહેવાશી શનિ, કાસગંજનો રહેવાશી અરુણ અને બાંદાનો રહેવાની લવલેશ સામેલ છે. પોલીસ રેકોર્ડમાં તેમની સામે ડઝનેક કેસ દાખલ છે. ત્રણેયની પોલીસે ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી હતી. માહિતી અનુસાર શનિ શરૂઆતમાં પ્રયાગરાજમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતો હતો. જ્યારે બીજો પણ પોતાને સ્ટુડન્ટ્સ ગણાવે છે. જ્યારે ત્રણેયની કડક રીતે પૂછપરછ કરવામાં આવી તો જાણ થઈ કે ત્રણેય રીઢા ગુનેગારો છે.

જે અતીકથી ડરતા હતા તે હવે અમારાથી ડરશે 

પોલીસના સૂત્રોએ આપેલી માહિતી અનુસાર ત્રણેયએ પોલીસને જણાવ્યું કે નાના-નાના અપરાધમાં જેલ જવાને કારણે તેમનું નામ થઈ રહ્યું નહોતું. કંઈક મોટું કરવાનું વિચારી રહ્યા હતા. આ દરમિયાન અચાનક ખબર પડી કે અતીક અને અશરફને પોલીસ કસ્ટડીમાં લઈને સારવાર કરાવવા લઈ જવાય છે. ત્રણેયએ અહીં જ કાવતરું ઘડીને અતીક અને અશરફની લાઇવ ટીવી કેમેરા સામે હત્યા કરી દીધી. તેમનું કહેવું છે કે જે લોકો અતીકથી ડરતા હતા હવે અમારાથી ડરશે. ત્રણેયના ઘરે હવે દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. 

યુપીમાં કલમ 144 લાગુ 

સીએમ યોગીએ તાબડતોડ ઈમરજન્સી બેઠક બોલાવ્યા બાદ અનેક કડક નિર્દેશો આપ્યા હતા. તેમાં સમગ્ર ઉત્તર પ્રદેશમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે અને તમામ પોલીસ સ્ટેશનોને પેટ્રોલિંગ વધારવા અને હાઈ એલર્ટ પર રહેવાના આદેશ આપવામાં આવ્યા છે. પોલીસની તમામ રજાઓ રદ કરવામાં આવી છે. અનામત દળોના પોલીસકર્મીઓને પણ તૈનાતના આદેશ આપવામાં આવ્યા છે.

લાઈવ કવરેજ દરમિયાન કરી હત્યા 

અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની પ્રયાગરાજમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી . પોલીસ ટીમો અતીક અહેમદ અને તેના ભાઈને મેડિકલ તપાસ માટે હોસ્પિટલ લઈ જઈ રહી હતી. આ ઘટના મેડિકલ કોલેજ પાસે બની હતી. જે સમયે આ હુમલો થયો તે સમયે બંનેને તપાસ માટે લઈ જવામાં આવી રહ્યા હતા. બંનેના મૃતદેહને મેડિકલ કોલેજની અંદર લઈ જવામાં આવ્યા છે. આ પ્રસંગે ધાર્મિક સૂત્રોચ્ચાર ચોક્કસપણે સાંભળવામાં આવ્યા છે. પોલીસ આ કેસની તપાસમાં લાગી ગઈ છે.