×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ડોક્ટરો બિનજરુરી રેમેડસિવિરનું પ્રિસ્ક્રિપ્શન લખવાનું ટાળે, કોરોના હારશે અને ગુજરાત જીતશે : વિજય રુપાણી

અમદાવાદ, તા. 12 એપ્રિલ 2021, સોમવાર

સોમવારે સવારે ગુજરાત હાઇકોર્ટે રાજ્યમાં કોરોનાની ભયાવહ સ્થિતિનું જાતે સંજ્ઞાન લઇને સુઓમોટો વડે સુનવણી કરી હતી. જેમાં તેમણે રાજ્ય સરકારને બરાબરની ઉધડી લીધી હતી. જેના પડઘા રુપે રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીએ વિવિધ નિર્ણયોની જાહેરાત કરી છે. વિજય રુપાણીએ આજે સાંજે આ વિશે સંબોધન કર્યુ હતું. જેમાં કોરોનાની સ્થિતિ જોતા કેટલાક પ્રતિબંધો લાગુ કરવાનું કહ્યું છે.

વિજય રુપાણીએ રાજ્યમાં ચાલી રહેલી રેમેડસિવિર ઇંજેક્શનની રામયણ અંગે પણ વાત કરી છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકારે નાણાંની ચિંતા કર્યા વિના અનેક કામો કર્યા છે. છેલ્લાં 10 દિવસમાં સવા લાખ ઇન્જેક્શનો હોસ્પિટલોને અપાયા છે. એપ્રિલથી આજ દિન સુધીમાં બજારમાં 2 લાખ 10 હજાર ઇન્જેક્શન આવ્યાં છે. અન્ય રાજ્યો પણ આપણી પાસે ઇન્જેક્શનની માંગ કરી રહ્યાં છે. વધુમાં તેમણે કહ્યું કે ઇન્જેક્શનના ઉત્પાદનનો 60 ટકા જથ્થો ગુજરાત મેળવે છે. ગુજરાતની જનતા ચિંતા ન કરે અમે સુનિશ્ચિત વ્યવસ્થા કરી છે. કોરોના હારશે અને ગુજરાત જીતશે. એવું સૂત્ર પણ તેઓએ આપ્યું છે.

આ સાથે તેમણે ડોક્ટરોને ટકોર કરતા કહ્યું કે તેઓ રેમડેસિવિર માટે બિનજરૂરી પ્રિસ્કિપ્શન ન લખે. હોસ્પિટલમાં ગંભીર દર્દીઓને જ પહેલાં રેમડેસિવિર અપાય છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, એપ્રિલ મે સુધીના તમામ તહેવારો પર પ્રતિબંધ મુકવામાં આવે છે. કોઇ પણ પ્રકારના રાજકીય, સામાજિક, જન્મદિવસ વગેરે કાર્યક્રમોની ઉજવણી કરવા દેવાશે નહીં. 

આ સિવાય તેમણે જણાવ્યું કે 14 એપ્રિલથી લગ્નમાં 50 લોકો જ હાજર રહી શકશે. ઉપરાંત સરકારી, અર્ધ સરકારી અને ખાનગી ઓફિસોની અંદર માત્ર 50 ટકા સ્ટાફ સાથે કામ કરવાનું રહેશે. 

વિજય રુપાણીએ કહ્યું કે આજે હાઇકોર્ટમાં સુનવણી હતી, જેમાં એડવોકેટ જનરલ દ્વારા સરકારની કામગીરીની માહિતિ આપવામાં આવી છે. હાઇકોર્ટે સુનવણીના અંતે જે ઓર્ડર પાસ કર્યો છે, તેમાં તેમણે માત્ર એટલું જ કહ્યું છે કે 14મી તારીખે રાજ્યના આરોગ્ય અગ્રસચિવ એફેડેવિટ રજી કરે કે રાજ્ય સરકારે શું શું કામગીરી કરી છે. સાથે સાથે હાઇકોર્ટે ગુજરાતમાં કોરોનાના સંદર્ભમા સુચનો અને માર્ગદર્શન આપ્યા છે. હું માનું છુ કે સમગ્ર વિશ્વમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક છે, તેમાં ગુજરાત પણ બાકાત નથી.

ગુરાતમાં હું દાવા સાથએ કહીશ કે ગુજરાતની સરકારે છેલ્લા એક વર્ષથી સરકારે રાત દિવસ જોયા વગર પ્રજા માટે કામ કર્યુ છે. જેમાં લાખો કર્મચારીઓ, આરોગ્યના કર્મચારીઓ તેમજ ફ્રન્ટલાઇન વર્કર વગેરે તમામે દિવ રાત જોયા વગર કામ કર્યુ છે. કામગીરી કરતા અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે.