×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ડોકટરો સાથે વાતચીત કરતી વખતે પીએમ મોદી થયા ભાવુક, આંસુ છલક્યા

નવી દિલ્હી,તા.21 મે 2021,શુક્રવાર

પીએમ મોદીએ આજે પોતાના મત વિસ્તાર વારાણસીના ડોકટરો સાથે ઓનલાઈન વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે કોરોના માટે થયેલી વ્યવસ્થાને લઈને સીએમ યોગી આદિત્યનાથ અને અધિકારીઓના વખાણ પણ કર્યા હતા.

આ વાતચીત દરમિયાન પીએમ મોદી ભાવુક થઈ ગયા હતા અને તેમણે કોરોનાથી મોતને ભેટનારા લોકોને શ્રધ્ધાંજલી આપી હતી અને આ દરમિયાન માર્યા ગયેલા ડોકટરોને યાદ કરતી વખતે તેમની આંખોમાંથી આંસુ છલકયા હતા. તેમણે કહ્યુ હતુ કે, કોરોના સામેના જંગમાં ડોકટરોનુ યોગદાન પ્રશંસાપાત્ર છે.

આ વાતચીત દરમિયાન તેમણે કહ્યુ હતુ કે, કોરોના વાયરસે આપણા કેટલાય સ્વજનોને આપણી વચ્ચેથી છીનવી લીધા છે. આ તમામ લોકોને હું શ્રધ્ધાંજલિ આપુ છું અને તેમના પરિવારજનો પ્રત્યે સાંત્વના વ્યક્ત કરુ છું. કાશીના એક સેવક હોવાના નાતે હું આ જંગમાં મદદ કરનાર કાશીના દરેક નાગરિકનો અને ખાસ કરીને ડોકટરો, નર્સ, ટેકનિશિયન, વોર્ડ બોય, એમ્બ્યુલન્સ ડ્રાઈવર તમામનો આભાર માનુ છું. તમે જે કામ કર્યુ છે તે બિરદાવવા લાયક છે.બનારસે જે ઝડપથી આટલા ઓછા સમયમાં ઓક્સિજન તેમજ આઈસીયુ બેડની સંખ્યા વધારી છે તે ખરેખર ઉદાહરણીય છે.

તેમણે ડોકટરોને કહ્યુ હતુ કે, તમારી તપસ્યાના કારણે આ મહામારીને આપણે નિયંત્રીત કરી શક્યા છે.જોકે હજી સંતોષ પામવાનો સમય નથી. લાંબી લડાઈ લડવાની છે. બનારસ અને પૂર્વાંચલના ગ્રામીણ વિસ્તારો પર ધ્યાન આપવાનુ છે. ગામડાઓમાં જે રીતે દવાઓ વહેંચવામાં આવી રહી છે તે સારી પહેલ છે. આ અભિયાનને ગ્રામીણ વિસ્તારમાં શક્ય હોય તેટલુ વ્યાપક બનાવવાનુ છે.આપણી આ લડાઈમાં હવે બ્લેક ફંગસનો પડકાર પણ ઉભો થયો છે. તેનાથી કામ પાર પાડવા જરુરી સાવધાની રાખવી પડશે.