×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ડૉક્ટરનો દાવો! H3N2 અને કોરોનાના લક્ષણો એકસમાન, શું તમને છે આવી કોઈ તકલીફ

image : Envato / File Photo


કોરોના પછી હવે નવા સબ-વેરિઅન્ટ H3N2નું જોખમ વધી રહ્યું છે કારણ કે આ વાયરસ દેશભરમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે અને તેના કેસ પણ સતત વધતા જઈ રહ્યા છે. આ દરમિયાન એક ડૉક્ટરના દાવાએ ચિંતા વધારી દીધી છે. તેમનું કહેવું છે કે H3N2એ ઈન્ફ્લુએન્ઝા A વાયરસનું સબવેરિયન્ટ છે.  તેના લક્ષણો એવા જ છે જે આપણને કોવિડમાં જોવા મળે છે જેમ કે તાવ, ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ.

આ લક્ષણો દેખાઈ રહ્યા છે 

તેમણે કહ્યું કે H3N2 વાયરસ મોટાભાગના દર્દીઓમાં તાવ, ઉધરસ અને શ્વાસની તકલીફનું કારણ બને છે, જે એકથી બે અઠવાડિયા સુધી ચાલે છે. તેનાથી વિપરીત, જો આપણે કોવિડ વાયરસના કેસોને જોઈએ તો, આ કેસોમાં તાવ, ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને તે ત્રણથી પાંચ દિવસ સુધી જળવાઇ રહે છે. 

ભારતમાં વેક્સિનેશનનો ફાયદો મળી રહ્યો છે 

તેમણે કહ્યું કે કોવિડના દર્દીઓ ઝડપથી સાજા થાય છે કારણ કે ભારત સરકારના મજબૂત રસીકરણ કાર્યક્રમ દ્વારા મોટાભાગની ભારતીય વસ્તી પહેલાથી જ વેક્સિનેટેડ થઈ ચૂકી છે. અમે ગત મહિને કોઈ કોવિડ દર્દી જોયો જ નથી, પરંતુ વધતા જતા પોઝિટિવિટી રેટને કારણે અમારી પાસે ફક્ત એક માતા અને બાળકને બે દિવસ અગાઉ દાખલ કરાયા હતા અને બંને હવે સાજા થઈ રહ્યા છે. ડૉક્ટરનું કહેવું છે કે દવાનો પૂરતો સ્ટોક છે એટલે ડરવાની કોઈ જરૂર નથી. ડૉક્ટરનું કહેવું છે કે આ વાયરસ મુખ્યત્વે એવા લોકોને ચેપ લગાડે છે કે જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે જેમાં વૃદ્ધ લોકો અને બાળકોનો સમાવેશ થાય છે.