×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ડી માર્ટના સ્થાપક રાધાકિશન દામાણીનો હવે દુનિયાના 100 ધનિક લોકોમાં સમાવેશ


નવી દિલ્હી,તા.19.ઓગસ્ટ,2021

રિટેલ કંપની ડી માર્ટના સ્થાપક રાધાકિશન દામાણી હવે દુનિયાના સૌથી ધનિક 100 લોકોની યાદીમાં સામેલ થઈ ગયા છે.

બ્લુમબર્ગના બિલિયોનર ઈન્ડેક્સ પ્રમાણે દામાણી 1.42 લાખ કરોડ રુપિયાની સંપત્તિ સાથે હવે 98મા સ્થાન પર પહોંચી ગયા છે.

સૌથી ધનિક લોકોની આ યાદીમાં રિલાયન્સના માલિક મુકેશ અંબાણી, અદાણી ગ્રૂપના ગૌતમ અદાણી, વિપ્રોના સ્થાપક અઝીમ પ્રેમજી, શાપૂરજી ગ્રૂપના પલ્લોનજી મિસ્ત્રી, એચસીએલ ટેકનોલોજીના શિવ નાદર અને આર્સેલર મિત્તલ ગ્રૂપના લક્ષ્મી મિત્તલ પણ સામેલ છે.

વર્તમાન નાણાકીય વર્ષના પહેલા ક્વાર્ટરમાં દામાણીની કંપની ડીમા માર્ટનો નફો ઉછળીને 115 કરોડ રુપિયા થયો છે.એક વર્ષ પહેલા જ આ જ ક્વાર્ટરમાં કંપનીએ 50 કરોડ રુપિયાનો નફો કર્યો હતો.કંપનીની આવકમાં ગયા વર્ષના મુકાબલે 31 ટકાનો વધારો થયો છે અને કંપનીની આવક 5032 કરોડ રુપિયા પર પહોંચી છે.

ઉલ્લેખનીય છે કે, દામાણી તાજેતરમાં જ મુંબઈના મલાબાર હિલ્સ વિસ્તારમાં 1001 કરોડ રુપિયાનો બંગલો ખરીદીને ચર્ચામાં આવ્યા હતા.