×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ડમીકાંડ મામલે મહત્વના સમાચાર, યુવરાજસિંહના સાળા કાનભા ગોહિલની સુરતથી SITએ કરી ઘરપકડ



ડમી કાંડ મામલે ગઈકાલે યુવરાજસિંહ જાડેજાની ધરપકડ કર્યા બાદ હવે યુવરાજસિંહના સાળાની SITની ટીમે સુરતથી ધરપકડ કરી છે. યુવરાજસિંહના સાળાની ધરપકડ થયા બાદ ભાવનગર પોલીસને જાણ કરવામાં આવી હતી. SITની ટીમ તેમના સાળાને લઈને ભાવનગર જવા રવાના થઈ છે.

યુવરાજસિંહના સાળાની ધરપકડ સુરતથી કરવામાં આવી

ડમી કાંડ મામલે ભાવનગર SOG દ્વારા યુવરાજસિંહની 10 કલાક જેટલી લાંબી પૂછપરછ કર્યા બાદ તેમની અને અન્ય લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. આજે યુવરાજસિંહના સાળા કાનભાની ધરપકડ સુરતથી કરવામાં આવી છે. SITની ટીમે કાનભા ગોહિલ ઉર્ફે કૃષ્ણદેવ સિંહની ધરપકડ કરી છે. આ અગાઉ યુવરાજસિંહ પર ભાવનગરના બિપિન ત્રિવેદીએ ડમી કાંડમાં સામેલ લોકોના નામ ન લેવા અંગે રુપિયા લેવાનો આરોપ લગાવ્યો હતો. 

યુવરાજસિંહ સામે ખંડણી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો

આ મામલે ભાવનગર રેન્જ IGએ જણાવ્યુ હતું કે ડમી કાંડ મામલે યુવરાજસિંહ સામે હવે ખંડણી સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે યુવરાજસિંહ સામે ભાવનગરના નીલબાગ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે. યુવરાજસિંહની ગઈકાલે મોડી રાત્રે એક વગ્યાની આસપાસ ભાવનગર એસઓજી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે નિલમબાગ પોલીસ યુવરાજસિંહને લઈ કોર્ટ જવા રવાના થઈ છે. પોલીસ યુવરાજસિંહના રિમાન્ડની માંગ કરશે. આ ડમી કાંડ મામલે SITની રચના કરીને તપાસ કરવામાં આવી રહી છે.

આ ડમી કાંડ મામલે SITની રચના કરીને તપાસ કરવામાં આવી રહી છે

હાલ ડમી કાંડની તપાસ ચાલી રહી છે. આ મામલે યુવરાજસિંહ દ્વારા 36 નામ જાહેર કર્યા હતા. આ ડમી કાંડ મામલે SITની રચના કરીને તપાસ કરવામાં આવી રહી છે. ફરિયાદનો આંકડો 40 પર પહોંચી ગયો છે. આ મામલે અત્યાર સુધી 14 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે હવે કોંગ્રેસે પણ આક્ષેપ કરતા કહ્યું હતું કે સવાલો કરનારના અવાજ દબાવી દેવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ ઉપરાંત AAPના ગુજરાત રાજ્યના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ નિવેદન આપતા કહ્યું હતું કે યુવરાજ પર FIR કરવાનુ ષડયંત્ર રચાયુ અને યુવાઓના અવાજને દબાવવાનુ ષડયંત્ર છે. આ બધુ રાજકીય ઈશારે કારસો રચાઈ રહ્યો છે.