×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ટ્વિટરે સંબિત પાત્રાને આપ્યો ઝટકો, ટૂલકિટ મામલે કોંગ્રેસ વિરુદ્ધ જૂઠ્ઠાણું ફેલાવા બદલ લીધા એક્શન

નવી દિલ્હી, તા. 21 મે 2021, શુક્રવાર

દેશમાં કોરોના સંકટની વચ્ચે કોંગ્રેસ અને ભાજપ કથિત ટૂલકિટને લઇને આમને-સામને આવી ગયા હતા. જોકે, આ વિવાદમાં માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વીટરે મોટું પગલું ઉઠાવ્યું છે. ટ્વીટરે 18 મેના રોજ બીજેપી પ્રવક્તા સંબિત પાત્રા દ્વારા કરવામાં આવેલી ટ્વીટને મેનિપુલેટેડ મીડિયા ગણાવી છે. એટલે કે આ દાવો તથ્યાત્મક રુપે યોગ્ય નથી.

સંબિત પાત્રાએ 18મેના રોજ એક ટ્વીટ કરી કહ્યુ કે સોમ્યા વર્માએ કોંગ્રેસ માટે ટૂલકિટ બનાવ્યુ છે અને અમારી પાસે આને સાબિત કરવા માટે અનેક પુરાવા છે. સંબિત પાત્રાએ આરોપ લગાવ્યો કે ટૂલકિટના માધ્યમથી પીએમ મોદીને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

સંબિત પાત્રાનો દાવો હતો કે કોંગ્રેસ એક પીઆર એક્સસાઈઝ કરી રહી છે. જેના માધ્યમથી કેટલાક બુદ્ધિજીવીઓની મદદથી સરકારની વિરુદ્ધ માહૌલ બનાવાયી રહ્યો છે. આ ટ્વીટમાં એક કાગળ શેર કર્યો જેમાં કોંગ્રેસનો લેટરહેડ હતો અને સોશિયલ મીડિયા પર કેવા પ્રકારની ટ્વીટ અને જાણકારી શેર કરવી જોઈએ તે અંગે જણાવ્યુ હતુ.

ટ્વીટરે સંબિત પાત્રાના દાવાને લઇને હરકતમાં આવ્યું છે આ ટ્વીટને મેનિપુલેટેડ મીડિયામાં માર્ક કર્યુ છે. ટ્વીટરની નીતિ અનુસાર જો કોઈ માહિતીને ટ્વીટર કરવામાં આવી  છે તેનો સોર્સ ચોક્કસ નથી અને ઉપલબ્ધ માહિતી ખોટી છે તો આ પ્રકારનું લેબલ લગાવવામાં આવે છે. આ લેબલ વીડિયો, ટ્વીટ, ફોટો અથવા અન્ય કોઈ પણ કન્ટેન્ટ પર લગાવવામાં આવે છે. અત્રે એ નોંધનીય છે કે અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પની અનેક ટ્વીટ પર આ પ્રકારનું લેબલ લગાવ્યુ હતુ. બાદમાં ડોનાલ્ડ ટ્રમ્પનું અકાઉન્ટ પર્મનેન્ટલી સસ્પેન્ડ કરવામાં આવ્યુ હતુ.