×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ટ્રાફિકની ચિંતા છોડો, બેંગ્લુરુના એરો ઈન્ડિયા શૉમાં દેશની પ્રથમ ઈલેક્ટ્રિક એર ટેક્સી રજૂ

image : envato


બેંગ્લુરુ, તા 16, ફેબ્રુઆરી, 2023,ગુરુવાર

હવે એ દિવસ દૂર નથી જ્યારે આપણે ઉડતી ટેક્સીની મદદથી એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી પહોંચી જઈશું. બેંગ્લુરુની બહાર યેલહંકા એરફોર્સ સ્ટેશન પરિસરમાં આયોજિત એરો ઈન્ડિયા શૉમાં દેશની પ્રથમ ઈલેક્ટ્રિક એર ટેક્સી રજૂ કરાઈ હતી. 

આ એર ટેક્સીની વિશેષતા પર એક નજર 

આ એર ટેક્સી એકદમ ખાસ છે. હાલ તેની ટ્રાયલ પર કામ ચાલે છે. આશા છે કે 2024ના અંત સુધી કે પછી 2025ની શરૂઆતમાં તેને લોન્ચ કરી દેવાશે. આ ટેક્સી 160 કિલોમીટરની ઝડપથી ઉડીને 200 કિ.મી. સુધી જઈ શકે છે. તે વર્ટિકલ ટેક ઓફ અને લેન્ડિંગ કરે છે.  તે 200 કિગ્રા જેટલું વજન લઈ જઈ શકાશે એટલે કે પાઈલટ ઉપરાંત બે લોકો તેમાં બેસી શકશે. 

પીએમ મોદીએ આ એર શૉનું ઉદઘાટન કર્યું હતું

આ એર ટેક્સીની મદદથી શહેરની અંદર લોકોને અવર-જવર અને સામાન પહોંચાડવા માટે રોડની તુલનાએ 10 ગણું ઝડપથી કામ થઇ શકશે.  જોકે તેનું ભાડું વર્તમાન ટેક્સી ભાડાથી બેથી ત્રણ ગણું વધારે હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ 13 ફેબ્રુઆરીએ ૧૪મા એરો-ઈન્ડિયા ૨૦૨૩નું ઉદઘાટન કર્યું હતું. આ શૉ 17 ફેબ્રુઆરી સુધી ચાલશે.