×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ટોપ-20 ધનિક લોકોના લિસ્ટમાંથી ગૌતમ અદાણી બહાર, 17 દિવસમાં થયુ 17 અબજ ડોલરનુ નુકસાન

નવી દિલ્હી,તા.1 જુલાઈ 2021,ગુરૂવાર

અદાણી ગ્રૂપના માલિક ગૌતમ અદાણીની 6 મુખ્ય કંપનીઓ પૈકી 3 કંપનીઓના શેરના ભાવ સતત ગગડી રહ્યા છે.

બુધવારે આ ગ્રૂપની બીજી કંપનીઓને પણ નુકસાન થયુ હતુ. જેની અસર ગૌતમ અદાણીની નેટવર્થ પર પણ પડી રહી છે. એક મીડિયા ગ્રૂપના રિપોર્ટ પ્રમાણે અદાણીની નેટવર્થ હવે 59.7 અબજ ડોલર રહી છે. શેરના ભાવમાં સતત થઈ રહેલા ઘટાડાના કારણે તેમની નેટ વર્થમાં 17 દિસમાં 17 અબજ ડોલરનો ઘટાડો થયો છે.રૂપિયામાં ગણીએ તો તેમની સંપત્તિમાં 1.28 લાખ કરોડ રૂપિયાનુ ધોવાણ થયુ છે.જેના પગલે તેઓ દુનિયાના ટોપ 20 ધનિક લોકોની યાદીમાંથી પણ બહાર નીકળી ગયા છે.

રિપોર્ટ પ્રમાણે અદાણી ધનિકોના લિસ્ટમાં પહેલા 19મા ક્રમે હતા.હવે તેઓ 21મા ક્રમે જતા રહ્યા છે.અદાણી ગ્રૂપની તમામ 6 કંપનીઓના શેરના ભાવમાં બુધવારે ઘટાડો જોવા મળ્યો હતો.જેમાં અદાણી ગ્રીન એનર્જીના શેરોમાં 0.9 ટકા, અદાણી ટ્રાન્સમિશનના શેરોમાં 5 ટકા, અદાણી ટોટલ ગેસના શેરોમાં પાંચ ટકા, અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં 1.10 ટકા, અદાણી પોર્ટના શેરમાં 1.02 ટકા અને અદાણી પાવરના શેરમાં 2.74 ટકાનો ઘટાડો નોંધાયો છે.

ગૌતમ અદાણી ગયા મહિને સફળતાની ટોચ પર હતા.તેમની મોટાભાગની કંપનીઓના શેરમાં તેજી દેખાઈ રહી હતી. જેના પગલે 14 જૂને તેમની નેટવર્થ 77 અબજ ડોલર પર પહોંચી ગઈ હતી અને એક તબક્કે તેઓ એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને પાછળ છોડી દે તેવી સ્થિતિ સર્જાઈ હતી. કારણકે તેઓ એશિયાના ધનિક લોકોના ક્રમમાં બીજા ક્રમે આવી ગયા હતા.

જોકે એ પછી અદાણી ગ્રૂપના શેરમાં ભારે ઘટાડો થયો છે. હાલમાં પણ મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ તરીકે કાયમ છે. બુધવારે તેમની નેટવર્થમાં 71 કરોડ ડોલરનો વધારો થયો છે.