×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ટેક્સસમાં 1000થી વધુ ગુજરાતીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે દિવાળીની ઉજવણી કરી

ટેક્સસ, 17 નવેમ્બર, 2022,  ગુરૂવાર ભારત તહેવારોનો દેશ કહેવાય છે. માત્ર દેશમાં રહેતા ભારતીયો જ નહીં, દુનિયાના કોઈપણ ખૂણામાં વસતા ભારતીયો પરંપરાગત રીતે તહેવારોની ઉજવણી કરી વિદેશમાં પણ પોતાની સંસ્કૃતિની અનુભૂતિ કરે છે. તમામ તહેવારોમાંથી દિવાળી ભારતીયો માટે મુખ્ય તહેવાર ગણાય છે. અમેરિકામાં મોટી સંખ્યામાં ભારતીયો વસે છે. જેથી અમેરિકાના ફ્લોરિડા, ન્યુ જર્સી, ટેક્સાસ સહિત કેટલાક રાજ્યોમાં વસતા ભારતીયો દ્વારા પરંપરાગત પોષક પહેરી, ભારતીય રીત-રિવાજો સાથે દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. જેનાથી ધીમે ધીમે ભારતીય સંસ્કૃતિની વિદેશોમાં એક નોખી ઓળખ ઊભી થઈ રહી છે. વિદેશમાં વસતા ગુજરાતી ભારતીયો આપણી સંસ્કૃતિને જાળવવામાં જે યોગદાન આપે છે એ ખૂબ ગૌરવની વાત છે. હાલમાં જ અમેરિકા ખાતે ટેક્સસ રાજ્યના ડલાસ શહેરમાં 'ગુજરાતીસ ઓફ નોર્થ ડલાસ' નામની નોન પ્રોફીટ સંસ્થા દ્વારા પ્લાનો ઈવેન્ટ સેન્ટર ખતે દિવાળીના તહેવારની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં એક હજારથી વધારે ગુજરાતીઓ ખૂબ ઉત્સાહ સાથે જોડાયા હતા. નોંધનીય છે કે પ્રોગ્રામના આયોજન માટે સ્વયમ સેવકોએ ખૂબ સારું યોગદાન આપ્યું હતું. સ્વાદિષ્ટ ગુજરાતી ભોજન સાથે શરૂઆત કર્યા બાદ બાળકોએ ખૂબ સુંદર કલ્ચરલ ડાન્સ અને અનેક પ્રકારની પ્રવૃતિમાં ભાગ લીધો હતો. બહેનો માટે રંગોળી સ્પર્ધા યોજાઇ હતી. સુખી લગ્નજીવનના રહસ્ય માટે ઘણા પતિ પત્નીએ પોતાના હાસ્યાસ્પદ પ્રસંગો રજુ કર્યા હતા. આસપાસના શહેરના મેયર પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. નોંધ: વિદેશોમાં વસવાટ કરતા ભારતીયો માટે ગુજરાત સમાચાર શરૂ કરી રહ્યુ છે એક વિશેષ વિભાગ. આપના આસપાસના વિસ્તારમા બનતા સામાજીક ધાર્મિક કે સંસ્થાકિય જેવા કાર્યક્રમોની વિગતો આપના પોતિકા ગુજરાત સમાચારની વેબસાઇટ પર પ્રસારિત કરવા માટે ફોટોગ્રાફ અને વીડિયો સાથેની વિગતો અમને મોકલી આપો.સંપર્ક: gsns.global@gmail.comMo.No. +91-8799236060