×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ટી-20 વર્લ્ડકપઃ પાકિસ્તાની એન્કરે રાહુલને કહ્યુ કે, પ્લીઝ પાકિસ્તાન સામે સારી બેટિંગ ના કરતો


નવી દિલ્હી,તા.24.ઓકટોબર,2021

ટી-20 વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચને આડે ગણતરીના કલાકો બાકી રહ્યા છે.

દરમિયાન સોશિયલ મીડિયા પર એક વિડિયોએ હલચલ મચાવી છે અને તે આગલા દિવસનો એટલે કે 23 ઓક્ટોબરનો છે.જેમાં ટીમ ઈન્ડિયાના મેન્ટર એમ એસ ધોની અને કે એલ રાહુલ નજરે પડી રહ્યા છે.

ધોની અને રાહુલ ટ્રેનિગં બાદ મેદાનમાંથી હોટલ તરફ જઈ રહ્યા છે ત્યારે પાકિસ્તાનની એક એ્ન્કર કેમેરામાં દ્રશ્યો કેદ કરી રહી હતી.કે એલ રાહુલને જોઈને એન્કરે કહ્યુ હતુ કે, પ્લીઝ પાકિસ્તાન સામે કાલે સારુ ના રમતો, એન્કરે એકથી વધારે વખત પોતાની વાતને દોહરાવી હતી.જેનો રાહુલે હસીને કોઈ જવાબ આપ્યો નહોતો.

એ પછી એન્કર સવેરાએ ધોનીને જોઈને પણ આ પ્રકારની અપીલ કરી હતી અને ધોની જોકે ચૂપ રહ્યો નહોતો.તેણે કહ્યુ હતુ કે, સામેની ટીમને હરાવવાનુ તો મારુ કામ છે.

ધોનીએ કોઈ ટીમનુ તો નામ નહોતુ લીધુ પણ ચોક્કસપણે તેનો ઈશારો પાકિસ્તાન તરફ હતો.

પાકિસ્તાની પત્રકારે ભારતીય ટીમના ખેલાડીઓ સાથે કેટલીક હળવી ક્ષણો વીતાવી હતી.