×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ટિકિટની કમઠાણ કે કોઇ અન્ય કારણ…તલાલા કોંગ્રેસના ધારાસભ્ય ભગા બારડનું રાજીનામું


અમદાવાદ,તા. 9 નવેમ્બર 2022, બુધવાર  

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે. આમ તો વરસાદની સિઝન પુરી થઇ ગઇ છે પંરતુ ચૂંટણી પુર્વે જ કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાનો વરસાદ શરુ થયો છે. ગઇ કાલે સૌથી વધુ ટર્મ માટે ધારાસભ્ય રહી ચુકેલા મોહનસિંહ રાઠવા  બાદ આજે કોંગ્રેસના વધુ એક સિનિયર નેતા ભગાભાઇ બારડે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. જેનાથી કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે.

મળતી માહિતી પ્રમાણે તેઓ આજ સાંજ સુધીમાં ભાજપમાં જોડાઇ શકે છે. ભગવાન બારડ સૌરાષ્ટ્ર આહીર સમાજના અગ્રણી એવા પૂર્વ સાંસદ સ્વ.જશુભાઈ બારડના ભાઈ છે. તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ પક્ષપલટો કરે તેવી સંભવાનાઓ સેવાઇ રહી હતી. તેમનો પરિવાર વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલો છે. સ્વ.જશુભાઈ અને ભગવાનભાઈ બારડના પિતાજી ધાનાભાઈ માંડાભાઈ બારડ કોંગ્રેસી આગેવાન હતા. 

સૂત્રોના જણાવ્યા મુજબ, કોંગ્રેસના આ કદાવર નેતા છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ હોવાની માહિતી પણ સામે આવી રહી છે.