×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ટાટા સન્સ અને સિંગાપોર એરલાઈન્સનો મોટો નિર્ણય : ‘એર ઈન્ડિયા’ અને ‘વિસ્તાર’ને મર્જ કરશે

નવી દિલ્હી, તા. 29 નવેમ્બર 2022, મંગળવાર

સિંગાપુર એરલાઈન્સ દ્વારા આજે એક મહત્વની જાણકારી આપી છે. એરલાઈન્સનું કહેવું છે કે, ટાટા સન્સની માલિકીની એર ઈન્ડિયા સાથે વિસ્તારા એરલાઈસનું માર્ચ 2024 સુધીમાં મર્જર કરવામાં આવશે. ટાટા સન્સ અને સિંગાપુર એરલાઈન્સ વચ્ચે મર્જરને લઈને ચર્ચા-વિચારણા બાદ નિર્ણય લેવાયો છે. વિસ્તારામાં ટાટા સન્સ અને સિંગાપોર એરલાઇન્સ બંને માલિકી ધરાવે છે, જેમાં સિંગાપોર એરલાઇન્સનો હિસ્સો વધુ છે. આ નવી વ્યવસ્થા બાદ એર ઈન્ડિયા પાસે વધુ એરક્રાફ્ટ અને વધુ રૂટ હશે.

કંપનીમાં સૌથી વધુ હિસ્સો ટાટા સન્સ પાસે

આ મોટી કંપનીમાં સિંગાપુર એરલાઈન્સનો 25 ટકા હિસ્સો હશે અને આ મોટી કંપનીમાં સિંગાપુર એરલાઈન્સ રૂ.2000 કરોડનું રોકાણ કરશે. હાલ વિસ્તારા પાસે 51 ટકા જ્યારે 49 ટકા હિસ્સો ટાટા પાસે છે. ટાટાએ આ વર્ષની શરૂઆતમાં એર ઈન્ડિયાને સરકારી ડિસઈન્વેસ્ટમેન્ટના ભાગરૂપે  18,000 કરોડ રૂપિયામાં ખરીદી હતી.

2024 સુધીમાં મર્જર કરવાનું લક્ષ્ય

સિંગાપોર એરલાઈન્સે નિવેદનમાં વધુમાં જણાવ્યું કે, નિયમનકારી મંજૂરી મળ્યા બાદ આ મર્જર પ્રક્રિયાની કામગીરીનું લક્ષ્ય માર્ચ-2024 નક્કી કરાયું છે. ટાટા પાસે એર ઇન્ડિયા એક્સપ્રેસ અને એર એશિયા ઇન્ડિયા પણ છે. આ બંનેને 2024 સુધીમાં એર ઇન્ડિયા બ્રાન્ડ હેઠળ મર્જ કરાશે. એટલે કે તમામ 4 એરલાઈન્સ કંપનીઓ એર ઈન્ડિયામાં મર્જર થઈ જશે. આ કંપનીને ટાટા દ્વારા સ્થાપિત કરાઈ હતી. જોકે બાદમાં તેનું રાષ્ટ્રીયકરણ કરાયું હતું. જોકે આ કંપની ખોટમાં આવ્યા બાદ સરકારે તેને ટાટાને જ વેચી દીધી હતી.