×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઝારખંડમાં અમિત શાહની વિજય સંકલ્પ રેલી, હેમંત સોરેનની સરકારને સૌથી ભ્રષ્ટ ગણાવી

Image: Bjp twitter 



કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસ દેવઘર મુલાકાતે પહોંચ્યા છે. આવતી કાલે ફરી તે દિલ્હી પરત ફરશે. બાબા બૈદ્યનાથની પૂજા કરી દેવઘરમાં તેમના પ્રવાસની શરૂઆત કરી છે. 

આજે ઝારખંડમાં સભા સંબોધનની શરૂઆત કરતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, દેવઘરની આ ભૂમિ અને બાબાના ચરણોમાં હું આદરપૂર્વક પ્રણામ કરું છું. અહીંના દરેક પથ્થરમાં શંકરનો વાસ રહેલો છે. જે પછી અમિત શાહે કહ્યું કે, ઇફ્કોએ વિશ્વમાં પ્રથમ વખત લિક્વિડ નેનો યુરિયા બનાવીને ઘણું સારું કામ કર્યું છે. દેવઘરની આ પવિત્ર ભૂમિ પર બનેલી આ ફેક્ટરી સમગ્ર સંથાલ પરગણાનો વિકાસ સુનિશ્ચિત કરવા સક્ષમ છે.

અમિત શાહે  વિજય સંકલ્પ રેલીમાં ઝારખંડ સરકાર પર આકરા પ્રહારો કર્યા  
કેન્દ્રીય ગૃહમંત્રીએ દેવઘરમાં આયોજિત વિજય સંકલ્પ રેલીમાં ઝારખંડ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. શાહે કહ્યું કે ભારતમાં જો સૌથી ભ્રષ્ટ સરકાર હોય તો તે ઝારખંડમાં છે. જ્યારે કોઈ મુખ્યમંત્રી બને છે તો તે હાથથી ભ્રષ્ટાચાર કરે છે, પરંતુ અહીં ટ્રેક્ટર અને રેલ્વે વેગથી ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે.