×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઝારખંડઃ નક્સલીઓએ રેલવે ટ્રેક ઉડાવ્યો, દિલ્હી-હાવડા રૂટ પર ટ્રેનોની અવર-જવર ઠપ્પ


- રેલવે ટ્રેક પર બ્લાસ્ટ કર્યા બાદ નક્સલીઓ એક ધમકીભરી ચિઠ્ઠી પણ છોડી ગયા હતા

નવી દિલ્હી, તા. 27 જાન્યુઆરી, 2022, ગુરૂવાર

ઝારખંડમાં નક્સલીઓએ ગિરિડીહ પાસે બુધવાર-ગુરૂવાર વચ્ચેની રાત્રિ દરમિયાન બોમ્બ બ્લાસ્ટ કરીને રેલવે ટ્રેક ઉડાડી દીધો હતો. આ અંગેની સૂચના મળ્યા બાદ હાવડા-ગયા-દિલ્હી રેલવે માર્ગ પર ટ્રેનોની અવર-જવર રોકી દેવામાં આવી છે. જ્યારે કેટલીક ટ્રેનના રૂટ બદલીને પરિવર્તિત માર્ગથી ચલાવવામાં આવી રહી છે. 

પૂર્વ મધ્ય રેલવેના સીપીઆરઓ રાજેશ કુમારના કહેવા પ્રમાણે પેટ્રોલમેન ગૌરવ રાજ અને રોહિત કુમાર સિંહે ચિચાકીના સ્ટેશન માસ્તરને જણાવ્યું હતું કે, રાત્રે 00:34 કલાકે ધનબાદ ડિવિઝન સ્થિત કરમાબાદ-ચિચાકી સ્ટેશન વચ્ચે વિસ્ફોટ થયો છે. આ અંગેની સૂચના બાદ હાવડા-દિલ્હી રેલવે માર્ગના ગોમો-ગયા (જીસી) રેલવે ખંડ પર સુરક્ષાના કારણોસર પરિચાલન રોકી દેવામાં આવ્યું છે. 

રેલવે ટ્રેક પર બ્લાસ્ટ કર્યા બાદ નક્સલીઓ એક ધમકીભરી ચિઠ્ઠી પણ છોડી ગયા હતા.