×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઝારખંડઃ ધનબાદમાં હોસ્પિટલમાં ભીષણ આગ, શ્વાસ રુંધાતા ડૉક્ટર દંપતી સહિત 5ના મોત

image :  website

ધનબાદ, તા. 28, જાન્યુઆરી, 2023

ઝારખંડના ધનબાદના પ્રસિદ્ધ ડૉ. સી.સી. હાજરા હોસ્પિટલમાં મોડી રાતે આગ લાગતા હાજરા પરિવારના 5 લોકો મૃત્યુ પામી ગયા. મૃતકોમાં ડૉ. વિકાસ હાજરા, તેમના પત્ની ડૉ. પ્રેમા હાજરા, ભગના સોહેલ કંગારુ, ભોજન રાંધનાર તારા અને ડૉ. વિકાસના મહેમાન સામેલ છે. જોકે 10થી 12 લોકો ઘવાયા હતા. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને પણ આ મામલે ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું. 

તમામ દર્દીઓ સુરક્ષિત 

જોકે આ લોકોના મૃત્યુ દાઝી જવાને લીધે નહીં પરંતુ ઝેરીલા ધૂમાડામાં શ્વાસ રુંધાવાને લીધે થયા હતા. ડૉ. હાજરના બે પાલતુ કૂતરા પણ મૃત્યુ પામી ગયા છે. ડૉ. વિકાસ હાજરા હોસ્પિટલના સંસ્થાપક ડૉ. સીસી હાજરાના પુત્ર તથા ડૉ. પ્રેમા હાજરા તેમની પુત્રવધુ હતી. જોકે રાહતના સમાચાર એ છે કે હોસ્પિટલમાંથી તમામ દર્દીઓને બહાર સુરક્ષિત કાઢી લેવાયા હતા. 

ઘાયલોને નજીકની બીજી હોસ્પિટલમાં ખસેડાયા

માહિતી મળતાં જ બેંકમોડ પોલીસ સ્ટેશન તથા ફાયરબ્રિગેડની ટીમ બજાર એક્સચેન્જ રોડ સ્થિત હાજરા હોસ્પિટલ પહોંચી હતી. તમામ શબને કાઢીને એસએનએમએમસીએચ હોસ્પિટલ મોકલી દેવાયા હતા. જોકે ગંભીર રીતે દાઝેલા અને ઘાયલ 10થી 12 લોકોને નજીકની બીજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ડૉક્ટર પરિવાર સાથે હોસ્પિટલમાં આવેલા આવાસમાં જ રહેતા હતા. માહિતી અનુસાર શોર્ટસર્કિટને લીધે આગ લાગી હતી.