×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

'જ્યારે બળાત્કારને રોકી ન શકો તો સૂઈ જાઓ અને મજા માણો' કહ્યા બાદ કોંગ્રેસી ધારાસભ્યે માગી માફી


- ધારાસભ્યની આ ટિપ્પણી પર વિધાનસભા અધ્યક્ષ વિશ્વેશ્વર હેગડે કાગેરી આપત્તિ દર્શાવવાના બદલે ઠહાકા મારીને હસવા લાગ્યા હતા

નવી દિલ્હી, તા. 17 ડિસેમ્બર, 2021, શુક્રવાર

કર્ણાટક વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને કોંગ્રેસી ધારાસભ્ય કેઆર રમેશ કુમારે દુષ્કર્મ અંગે ખૂબ જ ભદ્દી અને અશ્લીલ ટિપ્પણી કરવા મામલે માફી માગી છે. રમેશ કુમારે સોશિયલ મીડિયા પર માફી માગતા કહ્યું કે, ગુનાને નાનો દર્શાવવાનો તેમનો કોઈ જ ઈરાદો નહોતો. 

રમેશ કુમારે ટ્વિટમાં લખ્યું હતું કે, 'હું હવેથી ખૂબ જ ધ્યાન રાખીને મારા શબ્દો પસંદ કરીશ. વિધાનસભામાં બળાત્કાર અંગે જે બેદરકારીભરી ટિપ્પણી કરી હતી તેને લઈ તમારા સૌ સમક્ષ ખેદ વ્યક્ત કરૂ છું. મારો ઈરાદો ખોટો નહોતો અને જઘન્ય અપરાધને સામાન્ય ગણાવવાનો પણ નહોતો પરંતુ તે એક ઓફ ધ કફ (તૈયારી વગરની) ટિપ્પણી હતી. હવેથી હું ખૂબ સાવધાનીપૂર્વક શબ્દોને તમારા સમક્ષ રજૂ કરીશ.'

કોંગ્રેસી ધારાસભ્ય કેઆર રમેશ કુમારે મહિલાઓ માટે ખૂબ જ આપત્તિજનક અને અસંવેદનશીલ ટિપ્પણી કરી હતી. તેમણે વિધાનસભામાં કહ્યું હતું કે, 'જ્યારે બળાત્કારને રોકી નથી શકાતો તો સૂવો અને મજા માણો.' ચોંકાવનારી વાત એ છે કે, કોંગ્રેસી ધારાસભ્યની આ ટિપ્પણી પર વિધાનસભા અધ્યક્ષ વિશ્વેશ્વર હેગડે કાગેરી આપત્તિ દર્શાવવાના બદલે ઠહાકા મારીને હસવા લાગ્યા હતા. 

હકીકતે ધારાસભ્ય કર્ણાટકમાં આવેલા પૂર અને તેના કારણે પાકને જે નુકસાન થયું તેને લઈ ચર્ચા અને વિવાદની માગણી કરી રહ્યા હતા. વિધાનસભામાં તેને લઈ જોરદાર હંગામો થઈ રહ્યો હતો. સ્પીકરે ધારાસભ્યોને સમજાવવા માટે પ્રયત્ન કર્યો હતો પરંતુ હંગામો શાંત નહોતો થયો. ત્યાર બાદ સ્પીકર હેગડેએ કહ્યું હતું કે, 'રમેશ કુમાર તમે જાણો છો, હવે મને લાગી રહ્યું છે કે મારે આ સ્થિતિને એન્જોય કરવી જોઈએ. મેં નક્કી કર્યું છે કે, હવે કોઈને પણ રોકવાનો અને સ્થિતિ સંભાળવાનો પ્રયત્ન નહીં કરૂં. તમે લોકો ચર્ચા કરો.' 

ત્યારે કોંગ્રેસી ધારાસભ્ય રમેશ કુમારે કહ્યું કે, 'એક જૂની કહેવત છે... જ્યારે બળાત્કારને રોકી ન શકાય ત્યારે સૂવો અને મજા માણો. હાલ તમારી સ્થિતિ બિલકુલ એવી જ થઈ ગઈ છે.'