×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જ્ઞાનવાપી મસ્જિદનો કેસ વારાણસી જિલ્લા મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ ચાલશે


વારાણસી, તા. 20 મે 2022 શુક્રવાર

સુપ્રિમ કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદ વિવાદનો કેસ સિવિલ જજથી પરત ખેંચી વારાણસી જિલ્લા મેજિસ્ટ્રેટને સોંપ્યો છે. આ સાથે સાથે કેસની સુનાવણી દરમિયાન મસ્જિદમાં નમાઝ પઢવાનો દેવાનો આદેશ યથાવત રહેશે. 

જિલ્લા મેજિસ્ટ્રેટે હિન્દુઓએ મસ્જિદ પર હક્કનો જે દાવો કર્યો તે દાવો યોગ્ય છે કે નહિ તે સૌથી પહેલા નક્કી કરવું પડશે. જ્ઞાનવાપી મસ્જિદની આગામી સુનાવણી સુપ્રિમ કોર્ટમાં જુલાઇમાં થશે.

જ્ઞાનવાપી મસ્જિદ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આ મામલે કોર્ટે ત્રણ સૂચન આપ્યા છે. આ સાથે જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડે કહ્યુ કે જિલ્લા જજ પોતાના હિસાબે સુનાવણી કરે, કેમ કે તેઓ અનુભવી ન્યાયિક અધિકારી હોય છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડ, જસ્ટિસ નરસિમ્હા અને જસ્ટિસ સૂર્યકાંતની બેન્ચ કરી રહી છે.

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડે ત્રણ સૂચન આપતા કહ્યુ કે અમે નિચલી કોર્ટને કહ્યુ કે મુસ્લિમ પક્ષના આવેદન પર જલ્દી સુનાવણી કરી ઉકેલ મેળવે. જ્યાં સુધી ટ્રાયલ કોર્ટ આ આવેદન પર નિર્ણય લે છે, ત્યાં સુધી અમારો વચગાળાનો આદેશ પ્રભાવી રહેશે. આ સાથે કહ્યુ કે અમે નિચલી કોર્ટને કોઈ ખાસ પ્રકારે કંઈ કરવાનુ કહી શકીએ નહીં. કેમ કે તેઓ પોતાના કામમાં માહિર છે. ત્યાં મસ્જિદ કમિટીએ કહ્યુ કે અત્યાર સુધી જે પણ આદેશ ટ્રાયલ કોર્ટ દ્વારા આપવામાં આવ્યા છે તે માહોલ ખરાબ કરી શકે છે. આની પર જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યુ કે આ મામલે બંને પક્ષોના અધિકારોને સીમિત કરશે. તમે કેસના મેરિટ પર વાત કરો.

સુપ્રીમ કોર્ટના ત્રણ સૂચન

1. અમે આદેશ આપી શકીએ છીએ કે ઓર્ડર 7 રૂલ 11 હેઠળ ટ્રાયલ કોર્ટ અરજીનો નિકાલ કરે.

2. અમે જે વચગાળાનો આદેશ જારી કર્યો છે તે ઓર્ડર 7 રૂલ 11 હેઠળ અરજીનો નિકાલ થવા સુધી જારી રહે.

3. આ મામલાની જટિલતા અને સંવેદનશીલતાને જોતા અમારો વિચાર છે કે કેસની સુનાવણી જિલ્લા જજએ કરવી જોઈએ કેમ કે તેમની પાસે 25 વર્ષનો અનુભવ છે. જિલ્લા જજના વિવેક પર પ્રશ્ન કરવા જોઈએ નહીં.

આ સાથે કોર્ટે મુસ્લિમ પક્ષને કહ્યુ કે અમે તમારા પક્ષમાં જ સૂચન કરી રહ્યા છીએ. જો 1991ના કાયદા હેઠળ કેસની માન્યતા નક્કી કરવામાં આવશે તો પાછી મુશ્કેલી ઉભી થશે. અમે ટ્રાયલ જજને કહી શકીએ નહીં કે તેઓ કમિશનના રિપોર્ટનુ શુ કરે, તેઓ પોતે સક્ષમ છે, કોર્ટ અમારા તમામ પક્ષો પાસેથી સૂચન ઈચ્છે છે કે અમારો વચગાળાનો આદેશ સૌ ના હિતમાં હોય.