×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જો આ મિશન સફળ રહેશે તો, નાસા 2024માં અવકાશયાત્રીઓને ચંદ્રની નજીક મોકલવાનું કામ કરશે

પૃથ્વી પર પાછા ફરતા પહેલા ચંદ્રની ભ્રમણકક્ષામાં લગભગ આર્ટેમિસ-1 એ એક સપ્તાહ પસાર કરશે.  ઓરિયન પાસે કોઈ લેન્ડર નથી અને તે ચંદ્રને ક્યારેય સ્પર્શ કરશે નહીં. જો આ મિશન સફળ રહેશે તો નાસા 2024માં અવકાશયાત્રીઓને ચંદ્રની નજીક મોકલવાનું કામ કરશે. આ પછી, નાસા 2025 માં ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક એક વાહનને લેન્ડ કરવાનો પ્રયાસ કરશે.


આર્ટેમિસ-1 અવકાશયાન તેમના અંતિમ તબક્કામાં
અમેરિકન સ્પેસ એજન્સી નાસાના આર્ટેમિસ 1 મિશનનું ઓરિયન સ્પેસક્રાફ્ટ પૃથ્વી પર પરત ફરી રહ્યું છે. નાસા તેના લેન્ડિંગની તૈયારી કરી રહ્યું છે. ઓરિઓન 11 ડિસેમ્બર રોજ ભારતીય સમય મુજબ રાત્રે 11:10 વાગ્યે પેસિફિક મહાસાગરમાં ગુઆડાલુપ ટાપુ નજીક ઉતરશે. અવકાશમાં 26 દિવસ વિતાવનાર આ કેપ્સ્યુલમાં કોઈ ક્રૂ હતું નહિ . અત્યાર સુધી ઓરિઅન મિશન છે તે સફળ દેખાઈ રહ્યું છે. આર્ટેમિસ-1 ટીમના સભ્યોને વિશ્વાસ છે કે તેમનું લેન્ડીંગ પણ સફળતા પૂર્વક થઇ જશે.  


ઓરિઅન અવકાશયાને ચંદ્રના અદ્ભુત ચિત્રો મોકલ્યા
નાસાએ ગુરુવારે  ટ્વિટર પર ચંદ્રની સપાટીની કેટલીક તસવીરો શેર કરી છે. આ ઓરિઅન અવકાશયાનની સફળતાની દેખાડે છે. ઓરિયનના ક્રૂ મોડ્યુલ પરના કેમેરાએ કેપ્સ્યુલના બીજા અને અંતિમ નજીકના અભિગમ દરમિયાન ચંદ્રની સપાટીની છબીઓ કેપ્ચર કરી હતી.ઓરિયને પૃથ્વી પર આવા ઘણા  ચિત્રો મોકલ્યા છે કે જેના દ્વારા ચન્દ્રની સ્પષ્ટ સપાટી આપણને જોવા મળી રહી છે. હવે તે પૃથ્વી પર પરત ફરશે જેને નાસા લાઇવ સ્ટ્રીમ કરવાનું છે. ઇવેન્ટનું લાઇવસ્ટ્રીમિંગ રવિવારે રાત્રે 9:30 વાગ્યે શરૂ થશે.

અંતિમ તબક્કો એટલો સરળ નથી: NASA મેનેજર
આર્ટેમિસ મિશનના મેનેજરે  જણાવ્યું હતું કે, 'અમે અમારી દેખરેખને ઓછી થવા દઈશું નહીં. અમારા માટે પણ કેટલી મુશ્કેલ વસ્તુ હશે કે જેનો અમારે સામનો કરવાનો રહેશે. વાસ્તવમાં, ઓરિઅનનું ઘર વાપસી એ આર્ટેમિસ-1 મિશનના સૌથી પડકારજનક તબક્કાઓમાંનું એક છે.

40,000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અથવા અવાજની ગતિ કરતાં લગભગ 32 ગણી ઝડપે પ્રવેશ
આ કેપ્સ્યૂલ રવિવારે પૃથ્વીના વાતાવરણમાં લગભગ 40,000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અથવા અવાજની ગતિ કરતાં લગભગ 32 ગણી ઝડપે પ્રવેશ કરશે. પૃથ્વી પર પાછા ફરતી વખતે, ઓરિઅન 2800 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો સામનો કરશે. આ તાપમાન સૂર્યની સપાટી કરતા અડધું છે. બાકીના અવકાશયાનને સુરક્ષિત કરતી વખતે કેપ્સ્યુલની હીટ શિલ્ડ તેમને સહન કરવું જોઈએ.