×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જોનસન એન્ડ જોનસનની સિંગલ ડોઝવાળી કોરોના વેક્સીનને ભારતે મંજૂરી આપી


નવી દિલ્હી,તા.7.ઓગસ્ટ,2021

જોનસન એન્ડ જોનસનની સિંગલ ડોઝ વેક્સિનને સરકારે ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યુ હતુ કે, હવે ભારત પાસે પાંચ કોરોના વેક્સીન મોજૂદ છે અને કોરોના સામેની લડાઈને તેના કારણે વેગ મળશે.આ પહેલા જોનસન એન્ડ જોનસને જણાવ્યુ હતુ કે, ભારતમાં કોરોના વેક્સીનના ઉપયોગ માટે અમે મંજૂરી માંગી છે અને ભારતમાં સિંગલ ડોઝ વાળી વેક્સીન લાવવા માટે અમે પ્રતિબધ્ધ છે.

જોનસન એન્ડ જોનસન કંપનીના પ્રવક્તાએ કહ્યુ હતુ કે, પાંચ ઓગસ્ટે કંપનીએ ભારત સરકાર સમક્ષ વેક્સીન ઉપયોગ માટે મંજૂરી માંગતી અરજી કરી છે.

કંપનીએ દાવો કર્યો છે કે, એક ડોઝ વાળી આ વેક્સિન માઈલ સ્ટોન સાબિત થશે.આ માટે કંપની બાયોલોજિકલ ઈ લિમિટેડ સાથે સહોય કરવામાં આવ્યો છે.જે અમને વેક્સીન સપ્લાય કરવા માટે મદદ કરશે.

દરમિયાન કંપનીએ થર્ડ ફેઝની ટ્રાયલના પરિણામ જાહેર કરતી વખતે દાવોક ર્યો હતો કે, વેક્સીનનો એક ડોઝ 85 ટકા સુધી સુરક્ષા આપે છે.વેક્સીન લગાવનારા લોકોમાં 28 દિવસની અંદર મૃત્યુ દર ઓછો કરવા માટે તેમજ દર્દીઓની હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યા ઓછી કરવા માટે સક્ષમ છે.