×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જૈકલીન-સુકેશ કેસઃ હોમ સેક્રેટરી બનીને રેનબેક્સીના પૂર્વ પ્રમોટરની પત્ની સાથે ઠગાઈ, અમિત શાહના નામે લીધા 200 કરોડ


- જૂન 2020 સુધીમાં અદિતિને ઠગાઈની શંકા જાગી હતી અને ત્યાર બાદ તે સુકેશ સાથેની દરેક વાત રેકોર્ડ કરવા લાગી હતી

નવી દિલ્હી, તા. 17 ડિસેમ્બર, 2021, શુક્રવાર

કરોડો રૂપિયાના મની લોન્ડ્રિંગ કેસમાં ફસાયેલા અને બોલિવુડ અભિનેત્રી જૈકલીન ફર્નાંડિસના કથિત બોયફ્રેન્ડ સુકેશ ચંદ્રશેખરનો વધુ એક કાંડ સામે આવ્યો છે. તેના પર રેનબેક્સીના પૂર્વ પ્રમોટર શિવિંદર સિંહની પત્ની પાસેથી 200 કરોડ રૂપિયાની ઠગાઈ કરવાનો આરોપ છે. ઈડીની ચાર્જશીટમાં સામેલ એક ઓડિયો રેકોર્ડિંગ દ્વારા આ મામલો સામે આવ્યો છે. સુકેશ હાલ જેલમાં બંધ છે. 

આરોપ પ્રમાણે સુકેશે હોમ સેક્રેટરી બનીને શિવિંદર સિંહની પત્ની અદિતિ સિંહને ફસાવી અને તેને જેલમાંથી જ ફોન કરીને 200 કરોડની ઠગાઈ કરી. શિવિંદર પણ છેતરપિંડીના એક કેસમાં 2017ના વર્ષથી તિહાડ જેલમાં બંધ છે. 

અમિત શાહનું નામ લઈને ખેલ પાડ્યો

સુકેશે શિવિંદર સિંહની પત્ની અદિતિ સિંહને ફોન કર્યો હતો અને પોતે હોમ સેક્રેટરી અજય ભલ્લા બોલે છે તેમ કહ્યું હતું. તેણે પોતે ગૃહ મંત્રી અમિત શાહ સુધી પહોંચ ધરાવે છે અને તે જ શિવિંદરને જેલમાંથી કાઢી શકે છે તેમ કહ્યું હતું. જોકે આ માટે તેણે પાર્ટી ફંડમાં ફાળા તરીકે 200 કરોડ રૂપિયા જમા કરાવવા કહ્યું હતું. તેની વાતોમાં આવીને અદિતિ સિંહે 200 કરોડ રૂપિયા આપી દીધા હતા. સુકેશે જેલમાં રહીને જ આ કાંડ કર્યું હતું. 2020-21 દરમિયાન અદિતિએ 30 હપ્તામાં 200 કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા. 

ફોન રેકોર્ડિંગ દ્વારા પોલ ખુલી

જૂન 2020 સુધીમાં અદિતિને ઠગાઈની શંકા જાગી હતી અને ત્યાર બાદ તે સુકેશ સાથેની દરેક વાત રેકોર્ડ કરવા લાગી હતી. ત્યાર બાદ અદિતિએ 11 મહિનામાં સુકેશ સાથેના કોલના આશરે 84 રેકોર્ડ ઈડીને સોંપી દીધા હતા અને સમગ્ર કેસ સામે આવ્યો હતો. આ વાતચીત દરમિયાન સુકેશે લો સેક્રેટરી અનુપ કુમાર અને અન્ય એક નામે અલગ અલગ લોકો સાથે અદિતિની વાત પણ કરાવી હતી. અદિતિએ સુકેશ વિરૂદ્ધ 200 કરોડની છેતરપિંડી કરવા અંગે એફઆઈઆર નોંધાવી છે.