×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જેને પેટમાં દુખે એ સાંભળી લે, મહારાષ્ટ્ર સરકાર પાંચ વર્ષ ચાલશે, ભાજપ પર ભડકયા રાઉત

મહારાષ્ટ્ર,તા.21 જૂન 2021,સોમવાર

શિવેસેનાના ધારાસભ્ય પ્રતાપ સરનાઈકે ગઈકાલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેને પત્ર લખીને સલાહ આપી હતી કે, શિવસેનાએ ભાજપ સાથે જ રહેવુ જોઈએ. જેથી કેન્દ્રીય એજન્સીઓ શિવસેનાના નેતાઓને હેરાન ના કરે.

એ પછી શિવસેના પ્રવક્તા સંજય રાઉત ભાજપ પર બરાબર ભડકયા છે. રાઉતે આજે કહ્યુ હતુ કે, સત્તા જવાથી કેટલાકના પેટમાં દુખે છે અને એટલે જ શિવસેનાના નેતાઓને હેરાન કરાઈ રહ્યા છે પણ અમે ગભરાવાના નથી. અમે સિંહનુ કાળજુ ધરાવીએ છે. રાજનીતિમાં આવ્યે અમને પણ જમાનો તઈ ગયો છે. અમે કોઈનાથી ડરતા નથી. વધારેમાં વધારે એ લોકો અમને જેલમાં નાંખશે.

રાઉતે કહ્યુ હતુ કે, જેમની પાસે ઈડી, ઈન્કમટેક્સ અને સીબીઆઈ જેવી એજન્સીઓ છે તે પ્રેશર ઉભુ કરવા માંગે છે અને આ માટે આ એજન્સીઓનો ઉપયોગ કરી રહ્યા છે. પ્રતાપ સરનાઈકે જે પત્ર લખ્યો છે તેમાં આ વાત મહત્વની અને સમજવા જેવી છે. વાત રહી મહારાષ્ટ્રની ગઠબંધન સરકારની તો આ સરકારે ગઠબંધન સરકાર કેવી રીતે ચાલે તેનુ ઉદાહરણ રજૂ કર્યુ છે. પાંચ વર્ષ સુધી ત્રણે પાર્ટીઓ સરકાર ચલાવવા માટે કટિબધ્ધ છે. આ માટે મિનમમ કોમન પ્રોગ્રામનો અમલ થઈ રહ્યો છે. જેનાથી કેટલાક લોકોને પેટમાં દુખી રહ્યુ છે. એ લોકો ગમે તેટલી ફૂટ પડાવે પણ સરકાર પાંચ વર્ષ ચાલશે.

ભાજપે પણ હવે રાઉતના નિવેદનનો જવાબ આપતા કહ્યુ હતુ કે, પેટ અમારુ દુખે છે અને ખબર તેમને પડે છે.તેઓ ડોકટર છે? અમારીનજરમાં તો તે કમ્પાઉન્ડર છે. મહાવિકાસ અઘાડી એ અનૈતિક ગઠબંધન છે.

ભાજપના અન્ય એક નેતાએ કહ્યુ હતુ કે, ભવિષ્યમાં ભાજપ અને શિવસેના સાથે આવી શકે છે. કારણકે આ બંને પાર્ટીઓનુ જોડાણ કુદરતી છે.