×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

'જેટલી જલ્દી સદસ્યતા ગઈ, એટલી જલ્દીથી પરત મળે', રાહુલ ગાંધીને લોકસભામાં લાવવા કોંગ્રેસ નેતાઓ કામે લાગ્યા

મોદી સરનેમ માનહાનિ કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી રાહત મળ્યા બાદ હવે કોંગ્રેસ રાહુલ ગાંધીની લોકસભા સદસ્યતાને પરત અપાવવામાં લાગી છે. શુક્રવારે સુપ્રીમ કોર્ટના આદેશ બાદથી જ કોંગ્રેસ નેતા આ કામમાં લાગ્યા છે. કોંગ્રેસની માંગ છે કે, જેટલી જલ્દી રાહુલ ગાંધીનું સભ્ય પદ રદ્દ કરવામાં આવ્યું હતું, એટલી જ જલ્દીથી લોકસભા સદસ્યતા પરત આપવી જોઈએ.

શનિવારે કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ આ મામલે સ્પીકરને જરૂરી દસ્તાવેજ મોકલીને રાહુલની સદસ્યતાને જલ્દીથી પરત કરવાની માંગ કરી. જણાવી દઈએ કે, હાલના સમયે સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. મણિપુર હિંસાના મામલે વિપક્ષી દળ સરકાર પર સતત પ્રહાર કરી રહ્યા છે. તેવામાં જો રાહુલ ગાંધીનું સભ્ય પદ પરત મળે છે તો ગૃહમાં વિપક્ષી દળોને વધુ બળ મળશે.

સજા પર રોકનો મતલબ સંસદીય કાર્યવાહીમાં પરત ફરશે રાહુલ

અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તેઓ રાહુલની સજા પર રોક લગાવી રહ્યા છે. તેનો મતલબ શું છે? તેનો મતલબ છે કે તેમને ફરી એકવાર સંસદની કાર્યવાહીમાં ભાગ લેવાનો મોકો મળશે. જેટલી ઝડપથી રાહુલને અયોગ્ય ગણવામાં આવ્યા હતા એટલી જ જલ્દીથી તેમને ફરી તે પદ સોંપવું જોઈએ.

લોકસભા મહાસચિવે હસ્તાક્ષર તો કર્યા, પરંતુ મહોર નથી લગાવી

અધીર રંજન ચૌધરીએ વધુમાં કહ્યું કે, આ તબક્કામાં મેં કાલે રાત્રે અધ્યક્ષને ફોન કર્યો હતો. સ્પીકરે મને મહાસચિવ સાથે વાત કરવા અને દસ્તાવેજને તેમના કાર્યાલયમાં જમા કરવા માટે કહ્યું. મેં મહાસચિવને ફોન કર્યો જેમણે કહ્યું કે, તેમનું કાર્યાલય આજે બંધ છે અને મને અધ્યક્ષને પત્ર સોંપવા માટે કહ્યું... મેં પત્ર પોસ્ટથી મોકલી દીધો. તેમણે પત્ર પર હસ્તાક્ષર તો કર્યા પરંતુ મહોર નથી લગાવી. કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, અમે અધ્યક્ષને અપીલ કરી રહ્યા છીએ કે તેઓ એ નક્કી કરી કે તેમણે પરત આવવામાં કોઈ તકલીફ ન થાય. 

કર્ણાટકના DyCMએ 24 કલાકમાં સદસ્યતા પરત કરવાની માંગ કરી

ડીકે શિવકુમારે કહ્યું કે, રાહુલ ગાંધીને ન્યાય મળી ગયો છે, જેનો ઈન્કાર કરવામાં આવી રહ્યો હતો. મને આશા છે કે, અધ્યક્ષ 24 કલાકમાં તેમને સંસદ સદસ્ય તરીકે મંજૂરી આપશે.

અંતિમ નિર્ણય આવવા દોઃ કેન્દ્રીય મંત્રી

બીજી તરફ કેન્દ્રીય મંત્રી આરકે સિંહે કહ્યું કે, આ એક પ્રક્રિયા છે. આ એક રોક છે. અનેક વખત તમે સુપ્રીમ કોર્ટમાં જાઓ છો તો સામાન્ય રીતે નિચલી કોર્ટની સજા પર રોક લાગી જાય છે. એવું થયું છે અને લોકો તેની ઉજવણી કરી રહ્યા છે. આ અંતિમ નિર્ણય નથી. અંતિમ નિર્ણય આવવા દો.