×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જૂન પછી જુલાઈમાં પણ અમેરિકામાં ફેડરલ રિઝર્વે વ્યાજ દર 0.75 ટકા વધાર્યો


- અપેક્ષિત વ્યાજ વૃદ્ધિ સાથે આગામી દિવસોમાં અમેરિકન અર્થતંત્રની વૃદ્ધિ ધીમી પડે તેવી શક્યતા 

ન્યૂ યોર્ક :  અપેક્ષા અનુસાર અમેરિકા ફેડરલ રિઝર્વે વ્યાજ દરોમાં ૦.૭૫ ટકાના વધારાની જાહેરાત કરી હતી. અમેરિકા બેન્કિંગ સિસ્ટમમાં નાણા પ્રવાહિતા માટે બેન્કો એકબીજાને ધિરાણ કરે તેનો વ્યાજનો દર હવે ૨.૨૫ ટકાથી ૨.૫ ટકા થઈ ગયો છે. અમેરિકામાં આ સતત ત્રીજો ઐતિહાસિક વ્યાજ દરનો વધારો છે.

જૂન મહિનામાં અમેરિકામાં વ્યાજના દર ૦.૭૫ ટકા વધ્યા પછી બીજા મહિને આ સતત બીજો એટલી જ માત્રાનો વધારો છે.

વ્યાજ દરમાં અપેક્ષિત વધારાના કારણે અમેરિકન બજરમાં દિવસની શરૂઆતમાં જોવા મળેલી વૃદ્ધિમાં આંશિક ઘટાડો જોવા મળ્યો હતો. ડાઉ જોન્સ ઇન્ડેક્સ માત્ર ૯૩ પોઇન્ટ ઉપર હતો. વ્યાજ દરમાં વધારા પછી ડોલર ઇન્ડેક્સ આંશિક ઘટી ૧૦૭.૧૧ થઈ ગયો હતો 

ફેડરલ રિઝર્વે આગામી સમયમાં ફુગાવા આધારિત વ્યાજ દર વધશે, મોંઘવારીના કારણે અમેરિકન અર્થતંત્રમાં થોડી ઢીલાશ જોવા મળશે એવું આંકલન કર્યું છે.