×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જુલાઈ મહિના સુધીમાં કોરોનાની બીજી લહેર ખતમ થશે, સાયન્સ અને ટેકનોલોજી વિભાગની પેનલનુ અનુમાન

નવી દિલ્હી,તા.20 મે 2021,ગુરૂવાર

ભારતમાં કોરોના વાયરસના સંક્રમણની બીજી લહેર જુલાઈ સુધીમાં ખતમ થાય તેવી શક્યતા હોવાનુ કેન્દ્ર સરકારના સાયન્સ અને ટેકનોલોજી વિભાગના ત્રણ સભ્યોની પેનલનુ કહેવુ છે.

એક મીડિયા રિપોર્ટમાં આ પેનલના હવાલાથી કહેવામાં આવ્યુ છે કે, મેના અંત સુધીમાં કોરોનાના રોજના કેસ ઘટીને 1.50 લાખ અને જુનના અંત સુધીમાં 20000 સુધી પહોંચી જશે. આ પેનલમાં સભ્ય અને આઈઆઈટીના પ્રોફેસર મિનિંદર અગ્રવાલે કહ્યુ તહુ કે, મહારાષ્ટ્ર, યુપી, કર્ણાટક, એમપી, ઝારખંડ, રાજસ્થાન, કેરલ, ઉત્તરાખંડ, ગુજરાત, હરિયાણા, દિલ્હી અને ગોવા જેવા રાજ્યોમાં બીજી લહેરનુ પીક ખતમ થઈ ચુકયુ છે.

વૈજ્ઞાનિકોએ જે મોડેલ અપનાવ્યુ છે તે પ્રમાણે જોવામાં આવે તો તામિલનાડુમાં હજી પીક આવવાનુ બાકી છે. જે મે મહિનાના અંત સુધીમાં જોવા મળશે.રિપોર્ટ પ્રમાણે પૂર્વ ભારત અને ઉત્તરપૂર્વ ભારત પૈકી  આસામમાં 20 થી 21 મે, મેઘાલયમાં 30 મે, ત્રિપુરામાં 26 થી 27 મે વચ્ચે પીક આવી શકે છે. હિમાચલ પ્રદેશમાં 24 અને પંજાબમાં 22 મેના રોજ પીક દેખાઈ શકે છે.

આ મોડેલના અનુમાન પ્રામણે ભારતમાં 6 થી 8 મહિનામાં કોરોનાની ત્રીજી લહેર જોવા મળી શકે છે. જેના પ્રભાવને ઓછો કરી શકાશે. કારણકે ત્યાં સુધીમાં વેક્સીન મુકાઈ હોય તેવા લોકોની સંખ્યા ઓછી થશે.ઓક્ટોબર 2021 સુધી સંક્રમણની ત્રીજી લહેર જોકે નહીં આવે.

આ પેનલે જોકે જે મોડેલનો ઉપયોગ કર્યો છે તેણે કોરોનાની બીજી લહેર ક્યારે આવશે તેની ચોક્કસ આગાહી કરી નહોતી. જે બદલ તેની ટીકા પણ થઈ હતી. આ મોડેલનો ઉપયોગ કરીને પેનલે એપ્રિલમાં રોજના એક લાખ કેસ સામે આવશે તેમ કહ્યુ હતુ. આ અનુમાન પણ ખોટુ પડ્યુ હતુ અને દર્દીઓની સંખ્યા વધારે રહી હતી.