×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જુલાઈમાં સમગ્ર દેશમાં ચોમાસાનો વરસાદ સામાન્ય રહેવાનું અનુમાન છે: IMD

નવી દિલ્હી, 1 જુલાઇ 2021 ગુરૂવાર

ભારતીય હવામાન વિભાગે ગુરૂવારે જુલાઈ મહિનામાં ચોમાસાના વરસાદની આગાહી વિશે માહિતી આપી છે. IMDએ કહ્યું કે જુલાઇમાં સમગ્ર દેશમાં ચોમાસું સામાન્ય રહેવાની થવાની સંભાવના છે. જ્યારે, હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાના ઘણા વિસ્તારોમાં આજે સાંજે ભારે વરસાદ પડ્યો. આ સાથે, જ વિભાગે કહ્યું કે, આગામી બે દિવસમાં પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં 'લૂ' ની સ્થિતિ ચાલુ રહે તેવી સંભાવના છે.

વિભાગે જણાવ્યું કે પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, ઉત્તર પશ્ચિમ રાજસ્થાન અને ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશમાં મોટાભાગના સ્થળોએ 'લૂ'ની પરિસ્થિતિ નોંધાઈ છે. બુધવારે ઉત્તર-પૂર્વ રાજસ્થાન અને જમ્મુ-કાશ્મીરમાં પણ કેટલાક સ્થાનોમાં લૂ અને ગરમીનું મોજું જોવા મળ્યું. નોંધનીય છે કે દેશના સમગ્ર મેદાની વિસ્તારોમાં પણ તાપમાન છેલ્લા કેટલાક દિવસોમાં 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું છે.

તેમાં કહેવામાં આવ્યું છે કે, 'પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હી, ઉત્તર રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને ઉત્તર-પશ્ચિમ મધ્યપ્રદેશમાં આગામી બે દિવસ દરમિયાન, પાકિસ્તાનથી ઉત્તર પશ્ચિમ તરફના હવામાનના નીચલા ભાગમાં શક્ય શુષ્ક પશ્ચિમ / દક્ષિણ પશ્ચિમ પવનને કારણે. લૂની પરિસ્થિતી ચાલુ રહે તેવી સંભાવના છે.

દક્ષિણ પશ્ચિમ ચોમાસું દેશના તમામ ભાગોમાં પહોંચી ગયું છે, પરંતુ હરિયાણા, દિલ્હી, પંજાબના કેટલાક ભાગો, પશ્ચિમ રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં હજું તેની અસર નહિવત છે. અત્રે ઉલ્લેખનિય છે કે વિભાગે બુધવારે કહ્યું હતું કે હાલમાં આ વિસ્તારોમાં ચોમાસાની પ્રગતિ માટેની અનુકૂળ સ્થિતિની સંભાવના ઓછી છે.