×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જીએસટી રિટર્નના વિલંબનો દંડ 50 ટકાનો ઘટાડાયો


- રાજ્યોની આવકમાં પડેલી ઘટના રૂ. 16,982 કરોડની ચૂકવણી કરી દેવાશે

- છૂટક ગોળ પર લેવાતો જીએસટી 18 ટકાથી ઘટાડીને શૂન્ય ટકા, પેન્સિલ શાર્પનર પરનો જીએસટી 18 ટકાથી ઘટાડી 12 ટકા કરાયો

- ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની એપેલેટ ટ્રિબ્યુનલની વહેલામાં વહેલી રચના કરવાનો નિર્ણય

- ગુજરાતના બાકી રૂ. 865 કરોડ પણ ટૂંક સમયમાં મળી જશે

- આપવામાં આવેલા સપ્લાય રિજેક્ટ થાય તો તેના પર પણ જીએસટી માફીનો લાભ આપવામાં આવશે

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ : વાર્ષિક રૂ. ૫ કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતી વ્યક્તિ તેનું વાર્ષિક રિટર્ન જીએસટીઆર-૯ ફાઈલ કરવામાં વિલંબ કરે તો રોજના રૂ. ૫૦નો દંડ કરાશે.  આ જ રીતે વાર્ષિક રૂ. ૫ કરોડથી ૨૦ કરોડ વચ્ચેનું ટર્નઓવર ધરાવનારાઓને વાર્ષિક રિટર્ન ફાઈલ કરવામાં વિલંબ કરવા બદલ રોજના રૂ. ૧૦૦નો દંડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દંડની મહત્તમ રકમ કુલ ટર્નઓવરના ૦.૪ ટકાથી ન વધે તેનું ધ્યાન રાખવાનું રહેશે. અત્યારે રોજના ૨૦૦ રુપિયાનો દંડ લેવામાં આવે છે. મહત્તમ દંડની રકમ કુલ ટર્નઓવરના ૦.૫ ટકા છે. જીએસટીઆર-૪, જીએસટીઆર-૯ અને જીએસટીઆર-૧૦ ફાઈલ કરવામાં વિલંબ કરનારાઓ માટે શરતી માફીની અથવા તો લેટ ફીમાં ઘટાડો કરવાને લગતી ખાસ યોજના લાવવાની ભલામણ પણ કાઉન્સિલ દ્વારા કરવામાં આવી છે.ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલની આજે મળેલી ૪૯મી બેઠકમાં છૂટક લિક્વિડ ગોળ પરનો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ૧૮ ટકાથી ઘટાડીને શૂન્ય ટકા કરી દેવાનો નિર્ણય લીધો છે. આ જ રીતે પ્રી પેક્ડ ગોળના એટલે કે અગાઉથી પેકિંગ કરીને વેચવામાં આવતા ગોળના પેકટ પર લેવામાં આવતો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ૧૮ ટકાથી ઘટાડીને ૫ ટકા કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બીજીતરફ પેન્સિલ શાર્પનર પરનો જીએસટી ૧૮ ટકાથી ઘટાડીને ૧૨ ટકા કરી દેવામાં આવ્યો છે. 

બીજીતરફ પહેલી જુલાઈ ૨૦૧૭થી જીએસટી એક્ટ લાગુ કરવામાં આવ્યો ત્યારે જીએસટી કોમ્પેન્શેસન ટુ સ્ટેટ એક્ટ ૨૦૧૭ હેઠળ દેશના રાજ્યોને જુન ૨૦૨૨ સુધીમાં રાજ્યની આવકમાં થયેલી ઘટ બદલ આપવાના થતાં વળતરના સંપૂર્ણ નાણાં ચૂકવી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 

જે રાજ્યોએ એકાઉન્ટન્ટ જનરલે સર્ટિફાય કરેલો રિપોર્ટ આપી દીધો છે તે રાજ્યોને તેમના બાકી નાણાં ચૂકવી આપવાનું નક્કી કરી લીધું છે. આ રકમ અત્યારે રૂ. ૧૬,૫૨૪ કરોડની થાય છે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણને વડપણ હેઠળ આ મિટિંગ શનિવારે યોજાઈ હતી અને તેમાં ઉપરોક્ત નિર્ણયો લોવાયા હતા.

નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે આજની બેઠકમાં જીએસટી માટેની એપેલેટ ટ્રિબ્યુનલની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સંદર્ભમાં ગુ્રપ ઓફ મિનિસ્ટરના અહેવાલને ધ્યાનમા ંલેવામાં આવ્યો છે. તેવી જ રીતે ગુડકા અને પાન મસાલાના ઉત્પાદકો દ્વારા જીએસટીની કરવામાં આવી રહેલી ચોરી અંગેના અહેવાલ અંગેના ગુ્રપ ઓફ મિનિસ્ટરના અહેવાલને પણ ધ્યાનંમાં લેવામાં આવ્યો છે. તેમના અહેવાલમાં પાનમસાલા અને ગુટકાના વેપારમાં જીએસટીની ચોરી અટકાવવા માટે શું કરી શકાય તે અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે.તેમણે જણાવ્યું હતું ક કન્ટેઈનર પર ટેગ ટ્રેકિંગ ડિવાઈઝ લગાવવામાં આવેલી હોય તો તેમના પર વધારાનો આઈજીએસટી લગાડવામાં આવશ નહિ. કન્ટેઈનરને માટે આઈજીએસટીની જે સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલી છે, તે જ સુવિધા તેમને પણ આપવામાં આવશે. આ જ રીતે કોલ વૉશરી દ્વારા આપવામાં આવેલા સપ્લાય રિજેક્ટ થાય તો તેના પર પણ જીએસટી માફીનો લાભ આપવામાં આવશે.