×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જિમ્નાસ્ટ દીપા કર્માકર ડોપ ટેસ્ટમાં ફેલ, ITAએ તેના પર 21 મહિનાનો પ્રતિબંધ મૂક્યો

Image : Twitter

અમદાવાદ, 4 ફેબ્રુઆરી 2023, શનિવાર

ભારતીય જિમ્નાસ્ટ દીપા કર્માકર પ્રતિબંધિત પદાર્થનું સેવન કરવાને કારણે ચર્ચામાં આવી છે. ઈન્ટરનેશનલ ટેસ્ટિંગ એજન્સીએ દીપા પર પ્રતિબંધ લગાવી દીધો છે. ભારતીય જિમ્નાસ્ટ દીપા કર્માકર પર પ્રતિબંધિત પદાર્થ હાઇજેનામાઇન લેવા માટે  ઇન્ટરનેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા 21 મહિના માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે.

રિયો ઓલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન કર્યું

દીપા ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર પ્રથમ જિમ્નાસ્ટ હતી. દીપાએ રિયોમાં 2016 ઓલિમ્પિક ગેમ્સમાં ચોથું સ્થાન મેળવ્યું હતું. આ પછી તે રાતોરાત લાઈમલાઈટમાં આવી ગઈ અને મેડલ જીત્યા વિના સ્ટાર બની ગઈ. આ પહેલા દીપા કર્માકરે 2014 ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. દીપા આવું કરનારી પ્રથમ મહિલા જિમ્નાસ્ટ હતી.