×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જાણો દિલ્હી MCD ચૂંટણીમાં આ દિગ્ગજ નેતાઓના ક્ષેત્રોમાં કેમ ‘આપ’ના સૂપડા સાફ થયા

નવી દિલ્હી, 7 ડિસેમ્બર 2022, બુધવાર

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થઇ ગયું છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ બહુમતી સાથે રેકોર્ડ બ્રેક સીટ જીતી છે. આ સાથે જ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આમ આદમી પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીના 15 વર્ષના શાસનનો અંત કરી દીધો છે. બીજી બાજુ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈનના વિસ્તારોમાં આમ આદમી પાર્ટીના સૂપડા સાફ થઈ ગયાં છે. અહીં ભાજપના ઉમેદવારોની ભવ્ય જીત થઈ છે. 

મનિષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનના વિસ્તારોમાં ભાજપની જીત
મનીષ સિસોદિયાના ક્ષેત્રમાં 4 વોર્ડમાંથી 3 સીટ પર ભારતીય જનતા પાર્ટીએ કબ્જો કર્યો છે જયારે એક સીટ પર આમ આદમી પાર્ટીની જીત થઇ છે. મનીષ  સિસોદિયા દિલ્હીમાં શરાબ નીતિના ગોટાળામાં સતત ભારતીય જનતા પાર્ટીના નિશાના પર છે. આ મામલે સીબીઆઈએ તેમની પૂછપરછ પર કરી ચુકી છે. તો બીજી તરફ સત્યેદ્ર જૈનના ક્ષેત્રમાં પણ આમ આદમી પાર્ટીએ સીટ ગુમાવી છે. આ ક્ષેત્રમાં આપને એક પણ સીટ મળી નથી. MCDની ચૂંટણીમાં સૌથી વધારે ચર્ચા સત્યેન્દ્ર જૈનના જેલના વિવાદને લઈને થઇ હતી. ભારતીય જનતા પાર્ટીએ સત્યેન્દ્ર જૈનનો જેલમાં મળતી સુવિધાને લઈને એક વિડિઓ જાહેર કર્યો હતો. સત્યેન્દ્ર જૈન મની લોન્ડરિંગ વિવાદમાં જેલમાં બંધ છે. અરવિંદ કેજરીવાલ આ ચૂંટણીમાં સત્યેદ્ર જૈનને સતત કટ્ટર ઇમાનદાર બતાવીને ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કર્યા હતા.

MCDના પરિણામ પર પંજાબ CMની પ્રતિક્રિયા
આજે દિલ્હી MCD ઈલેક્શનનું પરિણામ જાહેર થઇ ગયું છે અને આમ આદમી પાર્ટીએ બહુમત સાથે રોકોર્ડ બ્રેક સીટ જીતી છે. આમ આદમી પાર્ટીના કાર્યાલય પર પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આ પરિણામ પર પંજાબના મુખ્યમંત્રી ભગવત માને પણ પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે જે રીતે અરવિંદ કેજરીવાલે દિલ્હીમાંથી કોંગ્રેસના 15 વર્ષના શાસનને ખતમ કર્યું હતું તે રીતે જ હવે MCDમાં ભારતીય જનતા પાર્ટીના 15 વર્ષના શાશનને ખતમ કર્યું છે. 

દિલ્હીના લોકોએ નફરતની રાજનીતિ નકારી : ભગવંત માન
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટેનું પરિણામ આજે જાહેર થયા બાદ ઠેર ઠેર વિજય સરઘસ કાઢવામાં આવી રહ્યા છે અને દિલ્હીમાં આમ આદમી પાર્ટી જાણે મોટો ઉત્સવ હોય તે રીતે પાર્ટીની જીતને ઉજવી રહી છે. આ જીત વચ્ચે ભગવત માને નિવેદન આપીને જણાવ્યું હતું કે દિલ્હીના લોકોએ નફરતની રાજનીતિ નકારી કાઢી છે અને લોકોએ સ્કૂલ, હોસ્પિટલ, વીજળી, સફાઈ જેવા મુદ્દાઓ પર મત આપ્યા છે. નોંધનીય છે કે દિલ્હીમાં ફ્રી ની સ્કીમ પર ભારતીય જનતા પાર્ટી રેવડી ક્લચર કહીને મજાક ઉડાવી રહી હતી જો કે MCDનું પરિણામથી ભારતીય જનતા પાર્ટીના સૂપડા સાફ થઇ ગયા છે.