×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જાણીતા પદ્મભૂષણ આર્કિટેક્ટ બી.વી.દોશીનું નિધન, સ્થાપત્ય ક્ષેત્રે એક યુગનો અંત

જાણીતા આર્કિટેક્ટ બી.વી.દોશીનું 95 વર્ષની વયે અમદાવાદમાં આજે નિધન થયું છે. તેમના અવસાનથી સ્થાપત્ય ક્ષેત્રે એક યુગનો અંત થયો છે. અમદાવાદની ઓળખ ગણાતા એવા IIMના તેઓ આર્કિટેક્ટ હતા. IIM-A ઉપરાંત ફ્લેમ યુનિવર્સીટી, IIM ઉદયપુર, IIM બેંગ્લોર, NIFT દિલ્હી, સેપ્ટ યુનિવર્સીટીમાં પણ હતા. આ ઉપરાંત તેમણે લુઈ કાહ્ન સાથે સહયોગી તરીકે ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેનેજમેન્ટના અમદાવાદના ભવનનું કામ કર્યું હતું અને એક દાયકા સુધી તેઓ જોડાયેલા રહ્યા હતા. અમદાવાદમાં શ્રેયસ સ્કૂલ, સેપ્ટ યુનિવર્સિટી, અટીરા ગેસ્ટ હાઉસ, પ્રેમાભાઈ હોલ, ટાગોર હોલ, અમદાવાદની ગુફા, કનોરિયા સેન્ટર ફોર આર્ટ્સ વગેરે તેમની જાણીતી ડિઝાઈન્સ છે.

બી.વી. દોશીનો જન્મ 1927માં પૂણેમાં થયો હતો. તેમનો પરિવાર ફર્નિચર બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. તેમણે જે.જે. સ્કૂલ ઓફ આર્કિટેક્ચરમાં અભ્યાસ કર્યો તે અગાઉ ચાર વર્ષ સુધી પેરિસમાં કે કોર્બુઝી સાથે વરિષ્ઠ ડિઝાઈનર (1951-55) તરીકે કામ કરતા હતા. આ ઉપરાંત ભારતમાં પણ ચાર વર્ષ સુધી તેમણે કેટલાક પ્રોજેક્ટ્સ સંભાળ્યા હતા. આ પહેલા બી.વી. દોશીને સ્થાપત્ય ક્ષેત્રનો પ્રિત્ઝર પ્રાઈઝ અવોર્ડ 2018માં એનાયત કરાયો હતો. બી.વી.દોશીને માર્ચ 2018માં પ્રિત્ઝર આર્કિટેક્ચર એવોર્ડ એનાયત થયો હતો, જેને આર્કિટેક્ટ ક્ષેત્રનો મોટો નોબલ પુરસ્કાર મનાય છે. બી.વી.દોશી આ એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય આર્કિટેક્ટ હતા. 

આજે બપોરે 2.30 કલાકે થલતેજમાં તેમના અંતિમ સંસ્કાર કરાશે

"આનંદ કરો" આ તેમનું જીવન સૂત્ર હતું. તેમણે તેમનાં છેલ્લા શ્વાસ સુધી જિંદગીને મન ભરીને માણી હતી. તેમની અંતિમ યાત્રા આજે બપોરે 2.30 વાગે તેમના નિવાસ સ્થાન કમલા હાઉસથી નીકળશે અને તેમના અંતિમ સંસ્કાર થલતેજ ખાતે થશે

બી.વી.દોશીની કારકિર્દી

  • શિક્ષણશાસ્ત્રી તરીકે તેઓ 1958થી USA અને યુરોપનો પ્રવાસ ખેડતા રહ્યા છે.
  • બી.વી.દોશી રૉયલ ઇન્સ્ટીટ્યૂટ ઑફ બ્રિટિશ આર્કીટેક્ટના ફેલો હતા.
  • તેઓ પ્રીઝકર ઈનામની ચયન સમિતિના સભ્ય હતા.
  • તેઓ ઈન્દિરા ગાંધી નેશનલ સેમ્ટર ફોર આર્ટ્સ, આગા ખાન ઍવૉર્ડ ફોર આર્કીટેક્ચરની ચયન સમિતિના સભ્ય હતા.
  • તેઓ ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ આર્કિટેક્ટના પણ ફૅલો હતા.

બી.વી.દોશીને મળેલા મહત્વના એવોર્ડ

  • 1993-1995 - અરણ્ય કોમ્યુનીટી હાઉસિંગ નામના પ્રોજેક્ટ માટે 6ઠ્ઠો આગાખાન ઍવોર્ડ ફોર આર્કીટેક્ચર
  • 1976 - પદ્મશ્રી, ભારત સરકાર
  • 2007 (પ્રથમ આવૃત્તિ) - સસ્ટેનેબલ આર્કિટેક્ચર માટેનો વૈશ્વિક પુરસ્કાર
  • 2011 - ફ્રાસનો કલા ક્ષેત્રનો સર્વોચ્ચ પુરસ્કાર 'ઑફિસર ઑફ ધ ઓર્દેર્ ઓફ્ આર્ટસ એન્દા લેટર્સ
  • 2017 - ધીરુભાઈ ઠાકર સવ્યસાચી સારસ્વત એવોર્ડ, 
  • 2018 - પ્રીઝકર આર્કીતેક્ચર પ્રાઈઝ
  • 2022 - દોશીને યુનાઈટેડ કિંગડમ સરકાર તેમજ હર મેજેસ્ટી ધ ક્વીન દ્વારા રોયલ ગોલ્ડ મેડલ એનાયત થયો હતો, જે યુકેનું સર્વોચ્ચ સન્માન ગણાય છે.
  • માનદ્ ડોક્ટરેટ યુનિવર્સીટી ઑફ પેન્સીલવાનીયા

બી.વી.દોશીના જાણીતા પ્રોજેક્ટ્સ

  • 1962 - ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડોલોજી, અમદાવાદ
  • 1966 - સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટ એન્ડ પ્લાનિંગ ટેકનોલોજી (CEPT), અમદાવાદ
  • 1967 - ટાગોર મેમોરિયલ હોલ, અમદાવાદ
  • 1972 - ECIL ટાઉનશિપ, હૈદરાબાદ.
  • 1973 - ઇફ્કો ટાઉનશીપ, કલોલ
  • 1976 - પ્રેમાભાઈ હોલ, અમદાવાદ
  • 1977 - ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, બેંગ્લોર
  • 1979 - સંગાથ, બી.વી. દોશીની ઓફિસ, અમદાવાદ
  • 1979 - શક્તિ ભવન, વહીવટી કચેરી, એમ.પી. ઈલેક્ટ્રીસિટી બોર્ડ, જબલપુર
  • 1979 - મહાત્મા ગાંધી શ્રમ સંસ્થા
  • 1982 - અરણ્ય લો કોસ્ટ હાઉસિંગ, ઈન્દોર
  • 1984 - વિદ્યાધર નગર, જયપુર
  • 1989 - નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી, દિલ્હી
  • 1990 - આમદાવાદની ગુફા, અમદાવાદ
  • 1997 - સવાઈ ગાંધર્વ સ્મારક, પુણે