×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જવાનોને પાછા હટાવવાની ચીન સાથેની સમજૂતી દેશ માટે નુકસાનકારક : સોનિયા ગાંધી

નવી દિલ્હી, તા. 15 જૂન 2021, મંગળવાર

ગલવાન ઘાટીમાં ગયા વર્ષે ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલી હિંસક ઝડપને એક વર્ષ પુરુ થયું છે. આ અવસર પર કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કેન્દ્ર સરકારને ઘેરી છે. સોનિયા ગાંધીએ કહ્યું કે ધૈર્યપૂર્વક એ વાતની રાહ જોવામાં આવી કે કેન્દ્ર સરકાર આગળ આવે અને ગલવાન ઘાટીમાં થયેલી હિંસાની જાણકારી આપે. સરકાર પાસે આશા હતી કે દેશના લોકોને જણાવવામાં આવે કે કેવી સ્થિતિ વચ્ચે આ ઘટના બની કે જેના કારણે આવી અભૂતપૂર્વ ઘટના બની.

કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું તેમાં કહ્યું કે એ વાત પમ સુનિશ્ચિત કરવી જોઇએ કે સૈનિકોએ જે બલિદાન આપ્યું છે તે વ્યર્થ ના જાય. તેમણે કહ્યું કે કોંગ્રેસને હજુ પણ એ વાતની ચિંતા છે કે કેન્દ્ર તરફથી હજુ પણ આ મુદ્દે સ્થિતિ સાફ નથી. આ સ્થિતિ પર વડાપ્રધાનનું છેલ્લું નિવેદન ગયા વર્ષે આવ્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે કોઇ ઘુસણખોરી થઇ નથી. અમે વડાપ્રધાનના નિવેદનના સંદર્ભમાં અનેક વખત જાણકારી માંગી. સાથેજ એપ્રિલ 2020 પહેલાની સ્થિતિને બહાલ કરવાની દિશામાં લીધેલા પગલાનો રિપોર્ટ પણ માંગ્યો. ચીન સાથે સેનાનો પાછા હટવા માટે જે સમજૂતી કરવામાં આવી છે, તેના વડે લાગે છે કે તે અત્યાર સુધી ભારત માટે પુરી રીતે નુકસાનકારક રહ્યો છે.

સોનિયા ગાંધીએ આગળ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી અપીલ કરે છે કે સરકાર દેશને વિશ્વાસમાં લે અને સુનિશ્ચિત કરે કે તેમના નિર્ણયો આપણી સરહદોની રક્ષા કરી રહેલા જવાનોની પ્રતિબદ્ધતાને અનુકૂળ છે. સોનિયા ગાંધીએ કહ્યું કે 14-15 જૂન 2020ની રાત્રે ચીનની પીએલએ સાથે થયેલી ઝડપને એક વર્ષ પુરુ થયું છે. જેમાં બિહાર રેજિમેંટના આપણા 20 જવાન શહીદ થયા છે. કોંગ્રેસ આપણા જવાનોના બલિદાનોને યાદ કરવામાં દેશ સાથે ઉભી છે.