×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જયપુરમાં મોટી બહેને બદલો લેવા માટે સગીર બહેનોને બનાવી ગેંગરેપનો ભોગ, 6 લોકોની ધરપકડ


- મોટી બહેન બોયફ્રેન્ડ સાથે રહે તેના સામે નાની બહેનોને વાંધો હતો અને સાથ નહોતી આપતી

નવી દિલ્હી, તા. 07 જૂન, 2021, સોમવાર

જયપુર ખાતેથી સામૂહિક દુષ્કર્મની એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોતાને સાથ નહીં આપવા મુદ્દે નારાજ મોટી બહેને પોતાની 2 નાની સગીર બહેનોને સામૂહિક દુષ્કર્મનો ભોગ બનાવી છે. આ ઘટના સામે આવ્યા બાદ અત્યાર સુધીમાં પોલીસે કુલ 6 લોકોની ધરપકડ કરી છે.

જયપુરના પ્રતાપ નગર ખાતે ગેંગરેપની આ સનસનીખેજ ઘટના બની હતી. ગત 2 મેના રોજ બે સગી બહેનો સાથે થયેલા ગેંગરેપ મામલે પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. કાર્યવાહી દરમિયાન પોલીસે 6 લોકોની ગેંગરેપના આરોપસર ધરપકડ કરી છે જેમાં 3 સગીર પણ સામેલ છે. પોલીસે જણાવ્યું કે, ગેંગરેપ કેસમાં બંને બહેનોની મોટી બહેન સહિત વધુ 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે. 

બહેનો વચ્ચે અણબનાવ

જાણવા મળ્યા મુજબ મોટી બહેનનો બંને પીડિત બહેનો સાથે અણબનાવ ચાલી રહ્યો હતો. બંને સગીર બહેનો પોતાની મોટી બહેન બોયફ્રેન્ડ સાથે રહે તેનો વાંધો ઉઠાવતી હતી. આ કારણે સગી મોટી બહેને પોતાના બોયફ્રેન્ડ સાથે મળીને આ હિચકારા કૃત્યને અંજામ આપ્યો હતો. 

મોટી બહેનના બોયફ્રૈન્ડે પોતાના સાથીઓ સાથે મળીને પહેલા બંને પીડિતાને કિડનેપ કરી હતી અને બાદમાં બંદૂકની અણીએ ગેંગરેપ કર્યો હતો. ત્યાર બાદ તેઓ બંને પીડિતાને બસ સ્ટોપ પર મુકીને ફરાર થઈ ગયા હતા. ઘટના બાદ બંને પીડિતાએ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો જેથી પોલીસે તમામ આરોપીઓને દબોચી લીધા હતા અને તેમની પુછપરછ કરવામાં આવી હતી.