×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જમ્મુ-શ્રીનગર હાઈવે પર બસ ખીણમાં પડી, સાતના મોત, 15થી વધુ ઘાયલ, રેસ્ક્યુ ઓપરેશન ચાલુ

Image : Pixabay

જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર ગંભીર અકસ્માતની ઘટના બની છે. અહીં એક બસ ખીણમાં પડી છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ અકસ્માતમાં સાત લોકોના મોતના સમાચાર છે અને 15થી વધુ લોકો ઘાયલ થયા છે. આ અકસ્માતની ઘટનામાં રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે.

આજે  જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર એક ખાનગી બસ અમૃતસરથી વૈષ્ણોદેવી જઈ રહી હતી. બસમાં 50થી વધુ મુસાફરો સવાર હતા. બસ નેશનલ હાઈવે 44 પર ઝજ્જર કોટલી પહોંચી ત્યારે બસે અચાનક કાબુ ગુમાવ્યો હતો અને ખીણમાં પડી હતી. આ અકસ્માતમાં સાતથી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. આ ઉપરાંત 15થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જમ્મુ જિલ્લાના કટરાથી લગભગ 15 કિલોમીટર દૂર ઝજ્જર કોટલી પાસે આ અકસ્માત થયો હતો.

CRPF ઓફિસરએ જણાવ્યું કે અમને સવારે દુર્ઘટનાની જાણકારી મળી. અમારી ટીમે અહીં પહોંચીને બચાવ કાર્ય શરૂ કર્યું હતું અને મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. પોલીસની ટીમ પણ અમારી સાથે રેસ્ક્યુ ઓપરેશનમાં લાગેલી છે. CRPF, પોલીસ અને અન્ય ટીમો પણ અહીં હાજર છે. આ ઉપરાંત તેમણે જણાવ્યુ હતું કે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. મળતી માહિતી મુજબ બસમાં બિહારના લોકો હતા જે કટરા જઈ રહ્યા હતા.