×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જમ્મુ-કાશ્મીર: સેનાને મળી મોટી સફળતા, શોપિયામાં 4 આતંકીઓને ઠાર માર્યા


શ્રીનગર, તા. 22 માર્ચ 2021 સોમવાર

જમ્મુ-કાશ્મીરના શોપિયામાં સેનાને મોટી સફળતા મળી છે અને ચાર આતંકીઓને ઠાર માર્યા છે. કાશ્મીર ઝોન પોલીસે આ વાતની જાણકારી આપી અને જણાવ્યુ કે શોપિયા જિલ્લાના મુનિહાલ વિસ્તારમાં સેનાની સાથે અથડામણમાં ચાર અજ્ઞાત આતંકવાદી માર્યા ગયા છે.

રાતે 2 વાગ્યે શરૂ થયુ હતુ ઑપરેશન

જમ્મુ-કાશ્મીર પોલીસના અધિકારીઓ અનુસાર, શોપિયાના મનિહાલ વિસ્તારમાં રાતે લગભગ 2 વાગ્યાથી અથડામણ શરૂ થઈ. જમ્મુ-કાશ્મીર પોલીસ, સેના અને સીઆરપીએફના સંયુક્ત અભિયાનમાં 4 અજ્ઞાત આતંકવાદી માર્યા ગયા છે. સેનાનુ સર્ચ ઓપરેશન ચાલી રહ્યુ છે.

11 માર્ચથી અત્યાર સુધી 7 આતંકી ઠાર

11 માર્ચ બાદથી અત્યાર સુધી સેનાએ 7 આતંકીઓને ઠાર માર્યા છે. અગાઉ શોપિયામાં 13 માર્ચ રાતે શરૂ થયેલી અથડામણમાં સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર માર્યો હતો. ઠાર મરાયેલા આતંકીની પાસેથી એમ-4 કાર્બાઈન, 36 કારતૂસ, 9600 રૂપિયા અને કેટલીક આપત્તિજનક સામગ્રી જપ્ત થઈ હતી. અગાઉ 11 માર્ચે અનંતનાગમાં 18 કલાક ચાલેલી અથડામણમાં જૈશના બે આતંકી ઠાર કરવામાં આવ્યા હતા અને આતંકીઓની પાસે એકે 47 રાઈફલ, પિસ્તોલ, ગ્રેનેડ અને ગોળીઓ જપ્ત કરવામાં આવી હતી.