×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જમ્મુ કાશ્મીર પુનર્ગઠન સંશોધન વિધેયક લોકસભામાં પસાર, પૂર્ણ રાજ્યના દરજ્જા પર અમિત શાહે આપ્યો જવાબ

નવી દિલ્હી, તા. 13 ફેબ્રુઆરી 2021, શનિવાર

લોકસભામાં આજે જમ્મુ કાશ્મીર પુનર્ગઠન સંશોધન વિધેયક પાસ થઇ ગયું છે. આ પહેલા સદનમાં જમ્મુ કાશ્મીરને લઇને લંબી ચર્ચા પણ થઇ છે. વિપક્ષ દ્વારા પણ તમામ પ્રકારના સવાલો ઉઠાવવામાં આવ્યા. કલમ 370 દૂર કર્યા બાદ રાજ્યની સ્થિતિ પર પણ સવાલો ઉઠ્યા અને સાથે પુછવામાં આવ્યું કે ત્યાં શું શું બદલી ગયું છે? 

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષ દ્વારા પૂછવામાં આવેલા સવાલોનો વિસ્તારપૂર્વક જવાબ આપ્યો. અમિત શાહે જમ્મુ કાશ્મીરને પૂર્મ રાજ્યનો દરજ્જો આપવાની વાત પર કહ્યું કે યોગ્ય સમય વ્યો તે કામ કરવામાં આવશે. તેમણે કહ્યું કે જમ્મુ કાશ્મીર પુનર્ગઠન સંશોધક વિધેયકને રાજ્યના દરજ્જા સાથે કોઇ સંબંધ નથી. લોકસભામાં જમ્મુ કાશ્મીર પુનર્ગઠન વિધેયક 2021 પર ચર્ચાનો જવાબ આપતા અમિત શાહે કહ્યું કે આ વિધેયકમાં એવું તો ક્યાંય નથી લખ્યું કે જમ્મુ કાશ્મીરને રાજ્યનો દરજ્જો નહીં મળે. ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે અહીં પૂછવામાં આવ્યું કે કલમ 370 દૂર થયા બાદ જે વચનો આપવામાં આવ્યા હતા તેનું શું થયું? હું આ વાતનો જવાબ જરુર આપીશ પરંતુ તે પહેલા પુછવા માંગીશ કે કલમ 370 દૂર થયાને હજુ 17 મહિંના જ થયા છે, તે પહેલા 70 વર્ષ તમે શું કર્યુ?

જ્યારે આ વિધેયક સદનમાં રજૂ થયું ત્યારે વિપક્ષ દ્વારા કહેવામાં આવ્યું કે આ વિધેયક પરથી સ્પષ્ટ થાય છે કે સરકાર હવે જમ્મુ કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો નહીં આપે. જેના ઉપર જવાબ આપતા ગૃહમંત્રીએ કહ્યું કે એવું ક્યાંય લખ્યું નથી.ખબર નહીં વિપક્ષ ક્યાંથી આવા આર્થો કાઢે છે.