×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જમ્મુ-કાશ્મીરમાં LoC નજીક 2 આતંકવાદી ઠાર, ચાર AK-47 અને 6 હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા

કુપવાડા, તા.19 જુલાઈ-2023, બુધવાર

જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં આજે સવારે LoC પાસે સુરક્ષા દળોએ 2 આતંકવાદીઓને ઠાર કર્યા છે. આતંકવીદાઓ ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા હતા. આતંકવાદીઓ પાસેથી ચાર AK-47 અને 6 હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા છે. અથડામણ બાદ BSF અને જમ્મુ-કાશ્મીર પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું છે.

વડગામમાં આતંકીઓનું વન વિભાગની ટીમ પર ફાયરિંગ

બીજીતરફ વડગામમાં બીજી ઘટનામાં આતંકવાદીઓએ વન વિભાગની ટીમ પર ફાયરિંગ કર્યું હોવાની ઘટના સામે આવી છે, જેમાં 2 લોકો ઈજાગ્રસ્ત થયા છે. સારવાર દરમિયાન ઈમરાન યુસુફનું મોત થયું છે, જ્યારે હાંગીર અહમદ ચેચીની સારવાર ચાલી રહી છે.

એક દિવસ પહેલા અનંતનાગમાં આતંકવાદીઓએ 2 લોકોને મારી હતી ગોળી

ઘટના દરમિયાન વન વિભાગની ટીમ પુલવામાના રાજપોરામાં બાંગેન્ડર બ્રિજ પાસે લાકડાના તસ્કરીને પકડવા માટે બનાવાયેલી ચોકી પર ચેકિંગ કરી રહી હતી. પોલીસે ઘટનાસ્થળેથી AK-47ના 2 ખાલી કારતુસ જપ્ત કર્યા છે. ઉલ્લેખનિય છે કે, એક દિવસ પહેલા જ જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આતંકવાદીઓએ 2 લોકોને ગોળી મારી હતી. બંનેને હોસ્પીટલમાં દાખલ કરાયા છે. મીડિયા અહેવાલો મુજબ બંને ઈજાગ્રસ્તો મહારાષ્ટ્રના છે અને એક જ્વેલરી શોપમાં કરે છે. ઈજાગ્રસ્તોની ઓળખ અક્ષય અને સૌરવ રૂપે થઈ છે. આ હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન ધ રેજિસ્ટેંસ ફ્રંટના મુખપત્ર કાશ્મીર ફાઈટે લીધી છે.

અગાઉ બિહારના 3 મજૂરો પર કરાયું હતું ફાયરિંગ

જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં 13 જુલાઈએ બિહારના 3 પરપ્રાંતિય મજૂરોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ઈજાગ્રસ્તોની ઓળખ અનમોલ કુમાર, હીરાલાલ યાદવ અને પિન્ટુ કુમાર ઠાકુર તરીકે થઈ છે.