×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જમ્મુ કાશ્મીરમાં ઘણાં લાંબા સમય બાદ ફિદાયીન હુમલો, 3 જવાન શહીદ


- કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટની હત્યામાં સામેલ લતીફ સહિત LeTના 3 આતંકવાદીઓ બુધવારે ઠાર મરાયા

શ્રીનગર, તા. 11 ઓગષ્ટ 2022, ગુરૂવાર

જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં દારહાલ ખાતે આતંકવાદીઓએ એક આર્મી કેમ્પ પર ફિદાયીન હુમલો કર્યો હતો. આ હુમલામાં 3 જવાન શહીદ થયા હતા જ્યારે અન્ય 2 જવાનો ઘાયલ થયા છે. વળતા જવાબમાં સેનાએ પણ 2 આતંકવાદીઓને ઠાર માર્યા છે. જમ્મુ કાશ્મીરમાં ઘણાં લાંબા સમય બાદ આતંકવાદીઓનો ફિદાયીન હુમલો નોંધાયો છે. 

જમ્મુ ઝોનના એડીજીપી મુકેશ સિંહના કહેવા પ્રમાણે કેટલાક લોકોએ દારહાલ ખાતેના આર્મી કેમ્પની અંદર ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો અને તરત જ બંને બાજુથી ફાયરિંગ શરૂ થઈ ગયું હતું. ત્યાર બાદ વધારાની સિક્યોરિટી ફોર્સને તે સ્થળે મોકલવામાં આવી હતી. 

આ અથડામણમાં 2 આતંકવાદીને ઠાર મારવામાં આવ્યા છે જ્યારે 2 જવાનોને ઈજાઓ પહોંચી છે. ઘાયલ જવાનોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. 

રાહુલ ભટ્ટનો હત્યારો ઠાર

સુરક્ષા દળો સાથેની અથડામણમાં બુધવારના રોજ બડગામ જિલ્લામાં લશ્કર-એ-તૈયબા (એલઈટી)ના 3 આતંકવાદી માર્યા ગયા હતા. તેમાં લતીફ રાઠેર નામના આતંકવાદીનો પણ સમાવેશ થાય છે જે કાશ્મીરી પંડિત કર્મચારી રાહુલ ભટ્ટની હત્યામાં સામેલ હતો.  

આ પણ વાંચોઃ રાહુલ ભટ્ટની હત્યા મામલે કાશ્મીરી પંડિતોનું વિરોધ પ્રદર્શન, પત્નીએ લગાવ્યા ગંભીર આરોપ

કાશ્મીરના એડીજી વિજય કુમારે ટ્વિટમાં લખ્યું હતું કે, 'સંતાવાનો પ્રયત્ન કરી રહેલા લશ્કર-એ-તૈયબાના ત્રણેય આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. ઘટના સ્થળેથી તેમના શબ બહાર કાઢવામાં આવી રહ્યા છે. ઉપરાંત ત્યાંથી આપત્તિજનક સામગ્રી, હથિયારો અને ગોળા-બારૂદ પણ મળી આવ્યા છે. આ અમારા માટે એક મોટી સફળતા છે.'