×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓની નાપાક હરકત, ઘરમાં ઘૂસીને કરી SPO અને તેમના પરિવારની હત્યા


- સોમવારે સવારે એસપીઓ અને તેમના પત્નીને હરિપરિગામ ખાતે આવેલા તેમના ગામમાં દફનાવવામાં આવ્યા 

નવી દિલ્હી, તા. 28 જૂન, 2021, સોમવાર

આતંકવાદીઓએ જમ્મુ કાશ્મીરના ત્રાલ ખાતે મોડી રાતે એસપીઓ ફૈયાઝ અહમદના ઘરમાં ઘૂસીને તેમના પરિવાર પર આડેધડ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં એસપીઓ ફૈયાઝ અને તેમના પત્ની રાતના સમયે જ મૃત્યુ પામ્યા હતા અને ઘાયલ દીકરીએ સોમવારે સવારે દમ તોડ્યો હતો.

મોડી રાતે 11:00 વાગ્યા આસપાસના સમયે કેટલાક આતંકવાદીઓએ એસપીઓ ફૈયાઝ અહમદના ઘરમાં ઘૂસીને હુમલો કરી દીધો હતો. આતંકવાદીઓએ તેમના પર, તેમની પત્ની રજા બેગમ અને દીકરી રાફિયા પર આડેધડ ગોળીઓ ચલાવી હતી. 41 વર્ષીય ફૈયાઝ અહમદ, તેમના પત્ની અને દીકરીને ઘાયલ સ્થિતિમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે એસપીઓ અને તેમના પત્નીએ રસ્તામાં જ દમ તોડી દીધો હતો. તેમની દીકરીને ઘાયલ સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી પરંતુ સોમવારે સવારે તેણે દમ તોડી દીધો હતો. 

અવંતીપોરાના એસપીઓ ફૈયાઝ પોતાના પરિવાર સાથે દક્ષિણી કાશ્મીરના પુલવામા જિલ્લામાં આવેલા હરિપરિગામ ત્રાલ ખાતે રહેતા હતા. આતંકવાદીઓએ રાતના સમયે તેમના ઘરમાં ઘૂસીને ફાયરિંગ શરૂ કરી દીધું હતું. સોમવારે સવારે એસપીઓ અને તેમના પત્નીને હરિપરિગામ ખાતે આવેલા તેમના ગામમાં દફનાવવામાં આવ્યા હતા અને સેંકડો લોકો તેમના જનાજામાં સામેલ થયા હતા. 

આતંકવાદીઓના હુમલા બાદ સુરક્ષા દળોએ તે વિસ્તારને ઘેરી લીધો છે અને આતંકવાદીઓને શોધખોળ ચાલુ છે.