×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાને પડકારતી અરજીઓ પર 2 ઓગસ્ટથી શરૂ થશે સુનાવણી: સુપ્રીમ કોર્ટ


સુપ્રીમ કોર્ટે આજે જમ્મુ અને કાશ્મીરમાં આર્ટીકલ 370 નાબૂદ કરવા સંબંધિત અરજી અંગેની સુનવણી 2 ઓગસ્ટથી શરુ થશે તેવો નિર્દેશ આપ્યો હતો. CJIએ કહ્યું કે,  2 ઓગસ્ટથી સુનાવણી આ મામલે સુનાવણી શરુ થશે અને સોમવાર અને શુક્રવાર સિવાય દરરોજ સવારે 10.30 વાગ્યાથી સુનાવણી હાથ ધરવામાં આવશે. 5 મે, 2019 ના રોજ કેન્દ્રએ જમ્મુ અને કાશ્મીરના અગાઉના રાજ્યનો વિશેષ દરજ્જો રદ કર્યો અને તેને જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કર્યો હતો.

પાંચ જજોની બંધારણીય બેન્ચ સુનાવણી હાથ ધરી

આજે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડના નેતૃત્વમાં પાંચ જજોની બંધારણીય બેન્ચ સુનાવણી હાથ ધરી હતી. સુનાવણીના એક દિવસ પહેલા કેન્દ્રએ બંધારણની કલમ 370 નાબૂદ કરવાના બચાવમાં એફિડેવિટ દાખલ કરી હતી.

કેન્દ્રએ એફિડેવિટમાં આ કહ્યું?

ગઈકાલે કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, કલમ 370 નાબૂદ કર્યા પછી જમ્મુ અને કાશ્મીરના સમગ્ર ક્ષેત્રમાં "અભૂતપૂર્વ" શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ જોવા મળી છે. કેન્દ્રએ કહ્યું કે, આતંકવાદીઓ અને અલગતાવાદી નેટવર્ક દ્વારા આચરવામાં આવતી હિંસા હવે ભૂતકાળની વાત છે.