×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જમ્મુ કાશ્મીરઃ બસ ખીણમાં પડવાથી 8ના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુખ, સહાયની જાહેરાત


- મૃતકોના પરિવારજનોને પીએમએનઆરએફ અંતર્ગત 2-2 લાખ રૂપિયાની સહાય કરવામાં આવશે

નવી દિલ્હી, તા. 28 ઓક્ટોબર, 2021, ગુરૂવાર

જમ્મુ કાશ્મીર ખાતે ભીષણ માર્ગ અકસ્માતમાં 8 લોકોના મોત થયા છે. ઠથરીથી ડોડા જઈ રહેલી મિની બસ ખીણમાં ધસી પડવાના કારણે 8 લોકોના મોત થયા હતા અને અનેક લોકોને ઈજાઓ પહોંચી છે. અકસ્માત અંગે જાણ થતા જ એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી ગઈ હતી અને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. એડિશનલ એસપી ડોડાએ રાહત અને બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું હોવાની માહિતી આપી હતી.  

કેન્દ્રીય મંત્રી ડો. જિતેન્દ્ર સિંહે જણાવ્યું કે, જમ્મુ કાશ્મીરના ડોડામાં ઠથરી પાસે થયેલા માર્ગ અકસ્માતમાં 8 લોકોના મોત થયા છે. ઘાયલોને જીએમસી ડોડા લઈ જવામાં આવ્યા છે અને આગળ પણ જે સહાયતાની જરૂર હશે તે ઉપલબ્ધ કરાવવામાં આવશે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોડ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો માટે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, મૃતકોના પરિવારજનોને પીએમએનઆરએફ અંતર્ગત 2-2 લાખ રૂપિયાની સહાય કરવામાં આવશે. જ્યારે ઘાયલોને 50-50 હજાર રૂપિયા આપવામાં આવશે.