×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જમ્મુ એરફોર્સ સ્ટેશનમાં ડ્રોન હુમલાની ટેરર એન્ગલથી થશે તપાસ, NIA-NSGની ટીમ પણ પહોંચી


- એરફોર્સ સ્ટેશન અને બોર્ડર વચ્ચે માત્ર 14 કિમીનું જ અંતર છે તથા ડ્રોન વડે 12 કિમી સુધીના વિસ્તારમાં હથિયારો ફેંકી શકાય છે

નવી દિલ્હી, તા. 27 જૂન, 2021, રવિવાર

જમ્મુ એરપોર્ટ ખાતે આવેલા એરફોર્સ સ્ટેશન અંદર મોડી રાતે 2 વિસ્ફોટો થયા હતા. પહેલો વિસ્ફોટ રાતે 01:37 કલાકે થયો હતો અને તેની 5 મિનિટ બાદ બીજો વિસ્ફોટ થયો હતો. જોકે આ બંને વિસ્ફોટોના કારણે ખાસ કોઈ નુકસાન નથી થયું. વાયુસેનાએ ટ્વીટમાં લખ્યું હતું કે, પહેલો વિસ્ફોટ બિલ્ડિંગની છત પર અને બીજો વિસ્ફોટ જમીન પર થયો હતો. વિસ્ફોટના કારણે ફક્ત બિલ્ડિંગની છતને જ નુકસાન થયું છે અને વાયુ સેનાના 2 કર્મચારીઓને સામાન્ય ઈજાઓ પહોંચી છે. 

વિસ્ફોટની આ ઘટનામાં આતંકવાદી હુમલાનું એન્ગલ પણ સામે આવી રહ્યું છે તથા એનઆઈએ અને એનએસજીની ટીમ તપાસ માટે એરફોર્સ સ્ટેશન પહોંચી ગઈ છે. તપાસમાં ડ્રોન વડે IED ફેંકવામાં આવ્યા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. પાડોશી દેશ પાકિસ્તાન દ્વારા ડ્રોન વડે IED ફેંકવામાં આવ્યા હોવાની શક્યતા છે કારણ કે, એરફોર્સ સ્ટેશન અને બોર્ડર વચ્ચે માત્ર 14 કિમીનું જ અંતર છે તથા ડ્રોન વડે 12 કિમી સુધીના વિસ્તારમાં હથિયારો ફેંકી શકાય છે. ડ્રોન વડે હુમલાની આશંકાને પગલે અમ્બાલા, પઠાણકોટ અને અવંતિપુરા એરબેસને પણ હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

નિશાન પર હતા એરક્રાફ્ટ

હુમલો ડ્રોન વડે કરવામાં આવ્યો હતો કે અન્ય કોઈ કારણસર વિસ્ફોટ થયો તેની તપાસ ચાલુ છે. જોકે સૂત્રો દ્વારા મળતા અહેવાલ પ્રમાણે વાયુસેનાની પેટ્રોલિંગ ટીમે હથિયારો પડતા જોયા હતા. જો આ હુમલો ડ્રોન વડે થયો હોવાના પુરાવા મળે તો આ દેશનો પહેલો એવો ડ્રોન હુમલો હશે જે ભારતના કોઈ સૈન્ય ઠેકાણા પર થયેલો છે. 

P-16 ડ્રોન દ્વારા વિસ્ફોટ 

આ ષડયંત્ર માટે પી-16 ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની શક્યતા છે. આ ડ્રોન ખૂબ જ નીચે ઉડી શકે છે જેથી ઘણી વખત તે રડારની નજરમાંથી પણ બચી જાય છે. ડ્રોનનું સંભવિત લક્ષ્ય એક વિમાન હોવાની આશંકા છે. 

ડ્રોન પકડવા મુશ્કેલ ટાસ્ક

ડ્રોન પકડવા ખૂબ જ મુશ્કેલ ટાસ્ક છે કારણ કે, સમગ્ર વિશ્વની કંપનીઓ ડિટેક્શન માટે 3 જાતની ટેક્નિક અપનાવે છે. પહેલી RF-મોનિટરીંગ, બીજી રડાર અને ત્રીજી ઓપ્ટિકલ સેન્સર (કેમેરા). જોકે આ ત્રણેય પદ્ધતિની પોતાની કેટલીક મર્યાદા પણ છે.